'અખિયોં સે ગોલી મારે' સોન્ગ નવા જ વર્ઝનમાં, મીકાસિંહ અને તુલસીએ કર્યુ રિક્રિએટ
મુંબઇ: 'શહર કી લડકી,' 'ઓ સાકી સાકી', અને 'દિલબર' જેવા હિટ ગીતોના રિક્રીએશન બાદ હવે વધુ એક રિક્રીએશન આવી રહ્યુ છે. તુલસી કુમાર અને મીકા સિંહ 1998માં આવેલી ફિલ્મ 'દૂલ્હે રાજા'ના પ્રખ્યાત ગીત 'અખિયોં સે ગોલી મારે'નું નવું વર્ઝન લઇને આવી રહ્યા છે. જુનું ગીત ગોવિંદા અને રવીના ટંડન પર ફિલ્માવવામાં આવ્યું હતું.
તુલસી-મીકા સિંહે 'અખિયોં સે ગોલી મારે'નું નવું વર્ઝન કર્યુ રિક્રીએટ
આ રિક્રીએશન આવનારી ફિલ્મ 'પતિ, પત્નિ ઔર વો' માટે છે. તુલસી કુમારે આ વિશે જણાવતા કહ્યું કે "આપણે બધા આ ગીતો સાંભળીને મોટા થયા છીએ, હું નેવુંના દશકમાં મોટી થઇ છું અને ગોવિંદા અને રવીનાના ગીતનો ભાગ બનવું એ સપનું સાચુ થવા જેવું છે. કંપોઝર તનિશ્ક બાગચીએ એવી ધૂન બનાવી છે જે આજની પેઢીના યુવાનોને ગમશે." આ ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે.