ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટ્રોલર્સે કર્યા અભિનેત્રીઓને સવાલ, #ગર્લ્સલોકરરૂમ પર મૌન કેમ? - ટ્રોલર્સે બોયઝ લોકર રૂમ પર કર્યા અભિનેત્રીઓને સવાલ

હેશટેગ 'બોયઝ લોકર રૂમ'ના જવાબમાં ટ્વિટર પર હવે 'ગર્લ્સ લોકર રૂમ ' ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ સ્વરા, દિયા અને સોનમ કપૂર જેવી અભિનેત્રીઓ પર ફેક ફેમિનિસ્ટનો આરોપ લગાવી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તેઓ આ મામલે શા માટે મૌન છે.

diya
diya

By

Published : May 6, 2020, 4:38 PM IST

મુંબઇ: ટ્વિટર પર હેશટેગ 'બોયઝ' લોકર રૂમ ટ્રેન્ડ કર્યા પછી, આજે # ગર્લ્સ લોકર રૂમ ટ્રેન્ડ કરી રહ્યું છે અને મોટાભાગના યુઝર્સ આ નવા હેશટેગ સાથે બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને દિયા મિર્ઝા સહિત એ બધા પર નિશાનો સાધી રહ્યા છે. જેમણે છોકરાઓના લીક થયેલા અશ્લીલ વીડિયો અને ચેટ્સ પર પ્રતિક્રીયા આપી હતી.

ટ્વિટર પર 'ગર્લ્સ લોકર રૂમ' ના ટ્રેડિંગના હેશટેગવાળી એક પોસ્ટ કરવામાં આવી, જેમાં કેટલાક સ્ક્રીનશોટ સાથે લખવામાં આવ્યું છે કે, જે છોકરીએ 'બોયઝ લોકર રૂમ' ચેટ લિક કરનારી છોકરી 'ગર્લ્સ લોકર રૂમ'નો ભાગ છે અને તે પણ સમાન અભદ્ર ભાષા અને પદ્ધતિનો ઉપયોગ કરે છે.

આ પછી, ટ્વિટર વપરાશકર્તાઓએ ફેમિનિસ્ટ મહિલાઓ અને બોલીવુડ અભિનેત્રીઓ પર આરોપ લગાવ્યો હતો જેઓ અગાઉના હેશટેગ પર કડવી પ્રતિક્રીયા આપી હતી.

એક યુઝરે પોસ્ટ કર્યું, 'સ્વરા ભાસ્કર ખોટી ફેમિનિસ્ટ છે .. કારણ કે તેનામાં 'ગર્લ્સ લોકર રૂમ ' પર એક શબ્દ બોલવાની હિંમત નથી. સ્વરા પર શરમ આવે છે .. # ગર્લ્સલોકરરૂમ.

એક યુઝરે દિયા મિર્ઝાનો ફોટો શેર કર્યો જેમાં તેણે કાળા ચશ્માં પહેરેલી છે અને તેના હાથમાં એક લાકડી છે. આ ફોટા સાથે, યુઝર્સે લખ્યું છે, "# ગર્લ્સલોકરરૂમ ચેટ જોયા પછી ફેમિનિસ્ટ."

ABOUT THE AUTHOR

...view details