ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'કમાન્ડો-3' નું ટ્રેલર રીલીઝ, એક્શન અવતાર અને દમદાર ડાયલોગ્સથી છવાયા વિદ્યુત - entertainment news

મુંબઈઃ કમાન્ડો સીરીઝની ત્રીજી ફિલ્મ બોલીવુડના સિનેમાઘરોમાં ધુમ મચાવવા માટે તૈયાર છે. વિદ્યુત જામવાલ અભિનિત 'કમાન્ડો-3' નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. જે દમદાર ડાયલોગ્સ અને ધમાકેદરા એક્શન સીન્સથી ભરપૂર જોવા મળી રહ્યું છે.

commando-3

By

Published : Oct 24, 2019, 3:23 PM IST

'કમાન્ડો-3'ના આ ટ્રેલરમાં વિદ્યુત ઓફિસર કરણ સિંહ ડોગરાના પાત્રમાં જોવા મળે છે. જે દેશને બચાવવા માટે એક મિશન પર જાય છે. આ મિશનમાં કરણ સાથે અદા શર્મા અને અંગિરા ઘર જોવા મળશે. જ્યારે એક્ટર ગુલશન દૈવેયા આ ફિલ્મમાં નકારાત્મક પાત્ર ભજવી રહ્યા છે. જેને પકડવા માટે વિદ્યુત એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

આદિત્ય દત્ત દ્વારા ડાયરેકટ 'કમાન્ડો-3' નું ટ્રેલર જોતા જ અંદાજ લગાવી શકાય છે કે, આ ફિલ્મ એક્શન સીન્સ અને દમદાર ડાયલોગ્સથી ભરપૂર છે. જે ફૈન્સને ફિલ્મ જોવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે. જણાવી દઈએ કે, વિદ્યુતે આ ફિલ્મનું ટીઝર થોડા દિવસ પહેલા રીલીઝ કરી આ ફિલ્મની માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે. 2013માં આવેલ 'કમાન્ડો' ફિલ્મમાં વિદ્યુતે પ્રેમ માટે લડાઈ લડી હતી, 2017માં કાળા નાણા વિરુદ્ધ લડાઈ લડી હતી અને હવે 2019માં વિદ્યુત દેશને બચાવવા માટે લડશે. આ ફિલ્મ આદિત્ય દત્ત દ્વારા ડાયરેકટ કરવામાં આવી છે, જે 29 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details