લોસ એજેલિસ: માર્ચ મહિનામાં કોરોના વાઇરસથી પીડાતા હોલીવુડ અભિનેતા ટોમ હૈંક્સ વાઇરસમાંથી સ્વસ્થ થયા પછી પ્રથમ વખત નાના પડદે પરત ફર્યો છે. તેમણે કહ્યું કે ,તેમના અને તેની પત્નીના સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો થયો છે.
રિપોર્ટ મુજબ, 63 વર્ષીય અભિનેતાએ 'સેટરડે નાઇટ લાઇવ એટ હોમ' ના પ્રથમ એપિસોડનું પ્રથમ વખત હોસ્ટ કર્યું હતું.
હૈક્સે શોની શરૂઆતમાં 'ટાઇગર કિંગ'નો સંદર્ભ આપ્યો હતો અને તેના લોસ એજેલિસના ઘરે કેમેરાની સામે આવ્યાં હતા. અને તેણે કહ્યું કે, "તમને બઘાને નમસ્તે.”
હૈક્સે આગળ કહ્યું કે, "આ હું છું, તમારા બધાનો વૃદ્ધ પાલ. ડરશો નહીં, મેં એક ફિલ્મમાં મારા માથાના વાળ દુર કર્યા હતા.. હવે મારા વાળ ખૂબ જ ધીરે ધીરે આવી રહ્યા છે.
હૈક્સે કહ્યું કે, "હેલો, અહીં આવીને ખૂબજ સારૂ લાગી રહ્યું છે. તેમ છતાં તેમને અહી રહીને અજીબ લાગી રહ્યું છે.”