ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હૈદરાબાદમાં ડૉક્ટરના મર્ડર પર ટૉલીવુડે વ્યક્ત કર્યુ દુઃખ

હૈદરાબાદઃ 27 નવેમ્બર, 2019 બુધવારે લાપતા થયેલી પશુ ચિકિત્સક ગુરૂવારે શહેરના શાદનગર ટાઉનમાં મૃત અને સળગેલી હાલતમાં મળી આવી હતી.

હૈદરાબાદમાં ડૉકટરના મર્ડર પર દુઃખી થયું ટૉલિવૂડ
હૈદરાબાદમાં ડૉકટરના મર્ડર પર દુઃખી થયું ટૉલિવૂડ

By

Published : Nov 30, 2019, 9:27 AM IST

22 વર્ષીય ડૉકટરની સાથે બુધવારે ગેંગરેપ કરવામાં આવ્યું હતું જે બાદ તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ડૉકટર જ્યારે શહેરના ગાચીબાવલી વિસ્તારમાંથી પોતાના ડર્મોટૉલોજિસ્ટને મળીને પરત ફરી રહી હતી ત્યારે આ શર્મસાર ઘટના બની હતી. તેમનો મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લામાં શાદનગર ટાઉનના ચટનપલ્લી બ્રિજની નજીકથી મળી આવ્યો હતો.

સાઇબરાબાદ પોલીસના અધિકારીઓએ પીડિતાના કપડા, ચપપ્લ અને ટોલ પ્લાઝા નજીક દારૂની બોટલો જપ્ત કરી હતી, જ્યાંથી તેમની સ્કુટી પાર્ક કરવામાં આવી હતી. આ શર્મસાર ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. ટૉલિવુડના કેટલાય સેલેબ્સે પણ આ ઘટનાની નિંદા કરી છે.

તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામચીન ચહેરાઓ જેવા કે, અલ્લારી નરેશ, કીર્તિ સુરેશ, ચિન્મયી શ્રીપદા, મેહરીન પીરજાદા અને શ્રવ્યા વર્મા સહિત કેટલાય સેલેબ્સે પણ ડૉકટરની મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

માણસાઇને શર્મસાર કરનારી આ ઘટનાથી શોક થયેલા એક્ટર અલ્લારી નરેશે ટ્વીટ કરીને લખ્યું કે, 'આનાથી ખરાબ કામ કોઇ હોય શકે નહીં. આ સાંભળીને અંદરથી તૂટી ગયો છું. દેશને લીધે આપણે આપણી બાળકીઓને બચાવવાની જરૂર છે, નહીંતર માણસને લઇને આપણી કોઇ ઓળખ વધશે નહીં.'

મહંતી એક્ટ્રેસ કીર્તિ સુરેશ આ ન્યૂઝને વાંચીને ખૂબ જ પરેશાન થયા અને તેમણે લખ્યું કે, #ડૉકટર માટે ન્યાય. સિંગર ચિન્મયી પ્રસાદે લખ્યું કે, 'ડૉકટરને કાલે હૈદરાબાદમાં સળગાવવામાં આવી અને તે બાદ શું થયું? અંતે થયું એ કે, છોકરીઓને ઘરમાંથી ન નીકળવા કહેવામાં આવ્યું. છોકરીઓના ક્લાસિસ, હૉબિઝ અને અન્ય તે કામ કરતી હતી તેને બંધ કરવાની જરૂર છે જેથી તેના પર દુષ્કર્મ ન થાય. જો આ બકવાસ નથી તો શું છે?'

આ સમાચારને સાંભળીને એક્ટર મેહરીન પીરજાદાએ લખ્યું કે, આ સમાચારથી હેરાન છું, બસ એક જ આશા છે કે, આવા કૃત્ય કરનારાને તેની સજા મળે અને ન્યાય મેળવી શકીએ.

આ બનાવથી શ્રવ્ય વર્માએ લખ્યું કે, 'આનાથી ભયજનક બીજું કંઇ નથી. આ ઘટના વાહિયાતથી પણ ઉપર છે અને આવું મારા ઘરની નજીક થયું છે તે જાણીને તો વધુ ડર લાગે છે.'

આ સમાચાર સાંભળીને ગુસ્સે થયેલા એક્ટર સુધીર બાબુએ લખ્યું કે, હું ખૂબ જ પરેશાન છું... એ હદ સુધી કે હું તેના વિશે કંઇ શેર કરવા સક્ષમ નથી. હું બહાર રહેલી મારી તમામ બહેનોને કહેવા માગુ છું કે, જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે પોલીસ, લાઇવ લોકેશન એપ અને ઇમરજન્સી કૉલિંગ ઓપ્શનની મદદ લો. માસુમ આત્મા માટે મારી પ્રાર્થના.

ABOUT THE AUTHOR

...view details