ગુજરાત

gujarat

ETV Bharat / sitara

CM રેડ્ડીએ શૂટિંગ શરૂ કરવા આપી પરવાનગી, તેલુગુ સ્ટાર્સે માન્યો આભાર - તેલુગુ સ્ટાર્સ ચિરંજીવી અને નાગાર્જુન

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગનમોહન રેડ્ડી સાથે થયેલી ટોલીવુડ સ્ટાર્સની મુલાકાત બાદ મુખ્યપ્રધાને રાજ્યમાં ફિલ્મોની શૂટિંગ ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. તેલુગુ સ્ટાર્સ ચિરંજીવી અને નાગાર્જુન પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતો. તેમણે પરવાનગી મળવાથી CMનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV BHARAT
CM રેડ્ડીએ શૂટિંગ શરૂ કરવા આપી પરવાનગી, તેલુગુ સ્ટાર્સે માન્યો આભાર

By

Published : Jun 10, 2020, 1:39 AM IST

આંધ્ર પ્રદેશ: ટોલીવુડના મોટા સ્ટાર્સ ચિરંજીવી અને નાગાર્જુન સહિતના અભિનેતાઓએ મંગળવારે CM વાય.એસ. જગનમોહન રેડ્ડીનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણ કે, આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યમાં ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે.

CM રેડ્ડીએ શૂટિંગ શરૂ કરવા આપી પરવાનગી, તેલુગુ સ્ટાર્સે માન્યો આભાર

CM રેડ્ડી સાથે થયેલી બેઠકમાં બાહુબલી નિર્દેશક એસ.એસ.રાજામૌલી, ડાયરેક્ટર ડી.સુરેશ બાબુ, સી કલ્યાણ, દામોદર પ્રસાદ સહિત અન્ય તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી સેલિબ્રિટિ સામેલ હતી. તેમણે CM રેડ્ડી સાથે લોકડાઉના કારણે ઈન્ડસ્ટ્રીને થયેલી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી.

CM રેડ્ડીએ શૂટિંગ શરૂ કરવા આપી પરવાનગી, તેલુગુ સ્ટાર્સે માન્યો આભાર

મુખ્યપ્રધાને તે તમામને રાજ્યમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં સંપૂર્ણ સહયોગ અને વિકાસની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, તેલંગાણા, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં શૂટિંગની પરવાનગી આપી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details