ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આજનું સિનેમા જગત મહિલાઓ પર વધુ કેન્દ્રિત છે: તારા સુતરિયા - Sitara news

નવી દિલ્હીઃ 2 નવેમ્બર (આઈએનએસ) ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર-2' બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી તારા સુતારિયા માને છે કે, આજના સમયમાં મહિલાઓ ફિલ્મોમાં વધુ કામ કરવા માંગે છે. તારાએ આ અંગે કહ્યું હતું કે, "આજનું સિનેમા મહિલાઓ પર વધુ કેન્દ્રિત છે અને અમારે અહીં ઘણું કરવાનું બાકી છે. પરંતુ એક જાદુ છે કે, 80 અને 90 ના દાયકાની અભિનેત્રીઓ સિનેમાના ઇતિહાસમાં બેંચમાર્કના કારણે નીચે ખસકી જાય છે.

આજનું સિનેમા મહિલાઓ પર વધુ કેન્દ્રિત છે: તારા સુતરિયા

By

Published : Nov 3, 2019, 11:46 AM IST

તેમણે કહ્યું, મિસ્ટર ઈન્ડિયામાં શ્રીદેવીજી, ઝીન્નત અમાન અને નીતુજી વગેરે. આ મહિલાઓએ હંમેશા સિનેમામાં તેમનું સ્થાન જાળવી રાખ્યું છે. આજની અભિનેત્રીઓ પણ ભાગ્યશાળી છે કે, તેમની સાથે કામ કરવા માટે મજેદાર ટીમ હોય છે.

સુતારિયાની ફિલ્મ મરજાવા આ મહિને રિલીઝ થવાની છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' અને મરજાવા એવી ફિલ્મો છે. જેમાં પ્રત્યેકમાં બે-બે અભિનેત્રીઓ છે.

તારાએ આગળ કહ્યું હતું કે, મારી ત્રીજી ફિલ્મ 'તડપ' એક જ હિરોઇનનો પ્રોજેક્ટ છે. અને મને ખાતરી છે કે, તેમાં કંઈક બીજું હશે. મારી બીજી ફિલ્મમાં બંને અભિનેત્રીઓ અલગ અલગ કામ કરે છે.

ABOUT THE AUTHOR

...view details