ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આજે બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની નવમી પુણ્યતિથિ - Bollywood's first superstar

આજે 18 જુલાઈ 2012ના રોજ બોલીવુડના પહેલા સુપર સ્ટારે દુનિયાને અલવિદા કહ્યું હતું. આજે તેમની નવમી પુણ્યતિથિ છે.

rajesh
આજે બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની નવમી પુણ્યતિથિ

By

Published : Jul 18, 2021, 10:03 AM IST

  • આજે રાજેશ ખન્નાની નવમી પુણ્યતિથિ
  • 18 જુલાઈ 2012ના રોજ કાકા મૃત્યું પામ્યા હતા
  • બોલીવુડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્ના

મુંબઈ : રાજેશ ખન્ના બોલિવૂડના સૌથી પ્રખ્યાત સ્ટાર્સમાંના એક રહ્યા છે. 'આનંદ' માં તેમનું લાર્જર ધેન લાઈફ પાત્ર હોય કે પછી અમર પ્રેમમા તેમના નિસ્વાર્થ પ્રમનો અંદાજ હોય, રાજેશ ખન્નાએ એક આખી પેઢીને તેમની ફિલ્મો દ્વારા ઘણુ આપ્યું છે. બોલીવુડની ધડકતી હાર્ટથ્રોબ, જેમણે લાખો લોકોના હૃદય પર રાજ કર્યું એવા રાજેશ ખન્નાએ 18 જુલાઈ, 2012 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ તો દુનિયા છોડી ચાલ્યા ગયા પણ તેમની યાદો તે છોડીને ગયા. બોલીવુડમાં તેમણે જે ચહના મેળવી હતી તે પહેલા કોઈએ નહોતી મેળવી.

એવરગ્રીન સ્ટાર

એકવાર હિન્દી સિનેમામાં કહેવામાં આવતું હતું કે દર શુક્રવારે એક નવો હીરો બનાવવામાં આવે છે અને જ્યારે તેની ફિલ્મ સ્ક્રીન પરથી ઉતરી જાય છે, ત્યારે બીજો હીરો તેનું સ્થાન લે છે. જો કે, પડદા પર કેટલાક એવા સ્ટાર્સ હતા જે ફિલ્મ ઉતર્યા પછી પણ લોકોના હૃદયમાં સ્થિર થયા. તેમાંથી એક હતા રાજેશ ખન્ના હતા, જે બોલીવુડમાં કાકા તરીકે જાણીતા છે.

આ પણ વાંચો:Bollywood: આલિયા ભટ્ટ આવી રીતે રાખી રહી છે RKને પોતાની નજીક

કિસ્સાઓ વાંરવાર યાદ કરવામાં આવે છે

રાજેશ ખન્નાના જીવન સાથે સંકળાયેલો ભાગ્યે જ કોઈ એવી વાત હશે જે તેમના ચાહકોને ના ખબર હોય તેમના કિસ્સાઓ વાંરવાર યાદ કરવામાં આવતા. 18 જુલાઈ, 2012 ના રોજ, જ્યારે રાજેશ ખન્ના તેની અંતિમ યાત્રા પર ગયા હતા, ત્યારે તેની પાછળ પરિવાર અને મિત્રોની સાથે ચાહકોનો એક કાફલો હતો અને તેમના ચાહકો આંખોમાં આંસુ સાથે તેમને વિદાય આપવા માટે આવ્યા હતા. પરંતુ તેમના સુપરસ્ટારને જવા દેવાનું એટલું સરળ નહોતું.

આ પણ વાંચો:અભિનેતા સુનિલ શેટ્ટીની બિલ્ડીંગ કરવામાં આવી સીલ, કેમ..?

ABOUT THE AUTHOR

...view details