ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Jaan Hai Meri Song Release: 'રાધે-શ્યામ' ગીત 'જાન હૈ મેરી' રિલીઝ કરાયું - પાન ઈન્ડિયા ફિલ્મ

'રાધે શ્યામ' ફિલ્મનું ગીત 'જાન હૈ મેરી' આજે શુક્રવારે રિલીઝ (Jaan Hai Meri Song Release) કરવામાં આવ્યું છે. આ ગીતને સિંગર અરમાન મલિકના કંઠે ગવાયું છે તેમજ કમ્પોઝ અમાલ મલિકે અને રશ્મિ વિરાગે ગીતના બોલ લખ્યા છે. ફિલ્મ 'રાધે શ્યામ' 11 માર્ચે રિલીઝ (Radhe Shyam Release Date) થવા જઇ રહી છે.

Jaan Hai Meri Song Release: 'રાધે-શ્યામ' ગીત 'જાન હૈ મેરી' રિલીઝ કરાયું
Jaan Hai Meri Song Release: 'રાધે-શ્યામ' ગીત 'જાન હૈ મેરી' રિલીઝ કરાયું

By

Published : Feb 25, 2022, 4:08 PM IST

ન્યૂઝ ડેસ્ક: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 'બાહુબલી' સ્ટાર પ્રભાસ અને સુંદર સાઉથ અભિનેત્રી પૂજા હેગડે સ્ટારર ફિલ્મ રાધે-શ્યામ રિલીઝ (Radhe Shyam Release Date) માટે તૈયાર છે. આ ફિલ્મ આવતા મહિને માર્ચમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ પહેલા દેશભરમાં ફિલ્મના પ્રમોશનની તૈયારીઓ થઇ રહી છે. આ દરમિયાન આજે શુક્રવારે ફિલ્મ લવ સોંગ 'જાન હૈ મેરી' ગીત રિલીઝ (Jaan Hai Meri Song Release) કરવામાં આવ્યું છે. આ એક ફુલ લવ સોંગ છે, જેમાં પ્રભાસ અને પૂજાની જબરદસ્ત કેમેસ્ટ્રીએ ચાહકોને પાગલ કરી દેશે.

જાણો 'રાધે શ્યામ' ક્યારે થશે રિલીઝ

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વિશ્વભરમાં 11 માર્ચે પોતાનો જાદુ બતાવા જઇ રહી છે. ફિલ્મ 'રાધે શ્યામ' એક પાન ઈન્ડિયા ફિલ્મ (pan India Film) છે, જે તેલુગુ ઉપરાંત હિન્દી, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.

આ પણ વાંચો:Urvashi Rautela Birthday: ઉર્વશી રૌતેલાએ સેલિબ્રેટ કર્યો 28મો બર્થડે, ચાહકોને આપી આ ખાસ સોગાદ

હાલ ફિલ્મના પ્રમોશનની તૈયારીઓ ચાલુ

હાલ ફિલ્મની રિલીઝ પહેલા તેના ભવ્ય પ્રમોશનની તૈયારીઓ કરાય રહી છે. ટૂંક સમયમાં જ ફિલ્મનું પ્રમોશન શરૂ કરવાના પ્લાન સાથે પ્રભાસ, પૂજા હેગડે, રાધા કૃષ્ણ કુમાર અને અન્ય લોકો રાષ્ટ્રવ્યાપી પ્રવાસોમાં ભાગ લેવા નીકળશે.

જાણો ફિલ્મ વિશે

ફિલ્મ 'રાધે શ્યામ'માં પ્રભાસ વિક્રમાદિત્યના રોલમાં અને પૂજા હેગડેએ પ્રેરણાનો રોલના રોલમાં જોવા મળશે. વિક્રમાદિત્ય એક હસ્તરેખાશાસ્ત્રી છે, જે ભવિષ્યવાણી કરે છે અને ભૂતકાળ વિશે પણ કહી શકે છે.

આ પણ વાંચો:Russia Ukraine War: રશિયા -યૂક્રેન યુદ્ધ વિશે પ્રિંયકા ચોપરાએ વીડિયો શેર કરી કહ્યું...

ABOUT THE AUTHOR

...view details