મુંબઇ: છેલ્લા કેટલાક દિવસોથી વીડિઓ શેરિંગ એપ્લિકેશન ટિકટૉકના રેટિંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેનું એક મુખ્ય કારણ પ્લેટફોર્મ પર અસંગત અને મહિલા વિરોધી કન્ટેન્ટનું પ્રસારણ પણ સામેલ છે.
એપ્લિકેશન હાલમાં પ્લે સ્ટોર પર 1. 3 સ્ટાર્સનું રેટિંગ ધરાવે છે. આ સાથે જ 'ટિકટૉક ડાઉન' નું હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. તાજેતરમાં જ ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીએ એસિડ એટેક અંગે બનાવેલા વીડિયોની ઘણી ટીકા થઈ રહી છે. આ વાયરલ થયેલા વીડિયોમાં સિદ્દીકીએ એક છોકરાની ભૂમિકા ભજવી છે, જે તેના પ્રેમમાં સફળ ન થતા દુખી થયો છે. તે તેની ગર્લફ્રેન્ડને કહે છે કે 'તે તને છોડી દેશે, જેના માટે તે મને છોડ્યો?' અને પછી તેની તરફ કંઈક ફેંકી દે છે, જે એસિડ છે, જેના કારણે છોકરીનો ચહેરો બગડી જાય છે.