ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટાઈગરે કર્યો માઈકલ જેક્શન જેવો ડાન્સ, વીડિયો વાયરલ - latest bollywood news updates

મુંબઈ: "વોર" ફિલ્મના અભિનેતા ટાઈગર શ્રોફ સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ડાન્સના વીડિયો શેર કરતો રહે છે. ટાઈગરની ડાન્સ સ્ટાઈલ અને સ્ટંટ્સને જોઈને લોકો અચંબિત થઈ જાય છે.

ટાઈગરે કર્યો માઈકલ જેક્શન જેવો ડાન્સ, વીડિયો વાયરલ

By

Published : Nov 17, 2019, 11:28 PM IST

ટાઈગરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા હુબહુ પોતાના ડાન્સ આઈકન માઈકલ જેક્શનની જેમ ડાન્સ કરતા નજરે પડ્યા છે. ટાઈગરનો આ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ ધમાલ મચાવી રહ્યો છે. તેના ચાહકોની સાથે સાથે સેલિબ્રિટીજ પણ ટાઈગરના આ જબરદસ્ત ડાન્સને વખાણી રહ્યા છે.

અભિનેતાએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ, " હુ MJનો ચાહક તેના જેવો જ દેખાવા માગુ છુ".

અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ આ ડાન્સ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે, " ટુ ગૂડ". જ્યારે કોરિયોગ્રાફર રાહુલે તો ટાઈગરને માઈકલ જેક્શનનો પુર્નજન્મ જ કહી દીધુ. ટાઈગરનો આ ડાન્સ વીડિયો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

તેના કામ વિશે વાત કરીએ તો ટૂંક સમય પહેલા જ ટાઈગર ઋતિક રોશનની સાથે ફિલ્મ "વોર"માં જોવા મળ્યા હતાં. એક્શન થ્રિલરથી ભરપુર આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મે 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ ટાઈગર હવે "બાઘી-3" માં જોવા મળશે. આ ફિલ્મ મુખ્ય પાત્રમાં શ્રદ્ધા કપૂર તેની સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details