ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બાગી-3નું ટ્રેલર રિલીઝ, ભાઈને બચાવવા સરહદ પાર કરતો ટાઈગર શ્રોફ - Tiger Shroff starrer Baaghi 3

બોલિવૂડનો એક્શન સ્ટાર કહેવાતા ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ બાગી-3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 3.41 સેકન્ડના આ ટ્રેલરમાં ટાઈગરની ધમાકેદાર એક્શન જોવા મળી છે. શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ બાગી-3 આગામી 6 માર્ચના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.

etv bharat
etv bharat

By

Published : Feb 6, 2020, 1:31 PM IST

મુંબઈ: ટાઈગર શ્રૉફ અને શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ બાગી-3નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ટાઈગર ફરી એક વખત દમદાર ડાયલોગ અને ધમાકેદાર એક્શનથી દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે.

ટાઈગર શ્રોફે તેમના ઈન્સ્ટાગ્રામ પર ટ્રેલર રિલીઝ થવાની માહિતી આપી હતી. ફિલ્મમાં ટાઈગર રૉનીના પાત્રમાં છે. તેમના ભાઈ વિક્રમની ભૂમિકામાં રિતેશ દેશમુખ છે. સિયાના રોલમાં શ્રદ્ધા કપૂર છે. અહમદખાન નિર્દેશક ફિલ્મ વિજય વર્મા, અંકિતા લોખંડે, સતીશ કૌશિક, ચંકી પાંડે અને અન્નુ કપૂર પણ દમદાર રોલમાં છે.

ફિલ્મ 6 માર્ચ સિનેમાધરોમાં આવશે, બાગી-3 2016માં આવેલી બાગી અને 2018માં આવેલી બાગી -2ની સિક્વલ છે. આ ફિલ્મ 2012ની તમિલ ફિલ્મ વેટ્ટાઈની રિમેક છે.

ABOUT THE AUTHOR

...view details