મુંબઇ: એકશન થ્રિલર ફિલ્મ બાગી 3ના અભિનેતા ટાઇગર શ્રોફે શનિવારના રોજ ફિલ્મમાં તેમના રાઉડી પાત્ર રોનીની એક ઝલક શેર કરી હતી.
આ પહેલા ફિલ્મનું એક દમદાર ડાયલોગ સાથે ધમાકેદાર એકશનથી ભરપુર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. 3 મિનિટ 41 સેકન્ડના ટ્રેલરને જોયા બાદ દર્શકોને ફિલ્મ વિશે ખૂબ જ ઉત્સુકતા છે. આ ટ્રેલર રિલીઝ થયાના 24 કલાકમાં 59 મિલિયન વ્યૂઝ મળ્યા છે.