બાગી 3 ફિલ્મમાં એક વખત ફરી ટાઇગર શ્રોર્ફ તથા શ્રદ્ધા કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બાગીની ત્રીજી સિરીઝમાં રિતેશ દેશમુખ વિલનના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 6 માર્ચ 2020ના રોજ રિલીઝ થશે.
બાગી 3નું શૂટિંગ શરૂ, ટાઇગરે શેર કર્યો શર્ટલેસ ફોટો - બાગી 3નું શૂટિંગ શરૂ
મુબંઇ: બૉલીવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની વોર ફિલ્મે સિનેમા ઘરોમાં ધમાલ મચાવી હતી. જે બાદ હવે અભિનેતા તેની આવનારી ફિલ્મ બાગી 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમણે તેના ઇન્સ્ટ્રાગ્રામની સ્ટોરી પર એક સેલ્ફી શેર કરી હતી. જેમાં તેણે તેના શાનદાર એબ્સ બતાવ્યા હતા, પરતું તેણે તેના ચહેરા પર સ્ટિકર લગાવ્યું હતું. આ તસ્વીરમાં લખ્યું હતું કે, બાગી 3નો બીજો દિવસ.
file photo
આ આગાઉ બાગી-1માં શ્રદ્ધા કપૂર તથા ટાઇગર શ્રોફ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મ બાગી-2માં દિશા પટની મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ બેન્ને ફિલ્મ દર્શકોને પંસદ આવી હતી. જે બાદ આ વખતે બાગી-3ની જાહેરાત કરવામાં આવી છે.
ફિલ્મ બાગી 3માં એક્શન જોવા મળશે. હાલ તો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.