ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ લિટિલ સુપરહીરો ટાઈગર શ્રોફ આજે બુઘવારે તેનો 32મો જન્મદિવસ ઉજવી (Tiger Shroff 32 Birhday celebrate) રહ્યો છે. આ ખાસ દિવસ નિમિતે અભિનેતાના ચાહકો જન્મદિવસ પર સોશિયલ મીડિયાની માધ્યમથી વિષ કરી રહ્યાં છે. આ સંજોગોમાં ટાઇગર શ્રોફની ખાસ મિત્ર અને રૂમી ગર્લફ્રેન્ડ દિશા પાટણીએ પણ તેને જન્મદિવસની શુભકામના પાઠવી (Disha Patani Birthday Wish Tiger Shroff) છે. દિશાએ તેના સોશ્યિલ મીડિયા (social Media) એકાઉન્ટ પર ટાઈગર શ્રોફને બર્થડે વિષ કર્યું છે.
બર્થડે વિષ સાથે લખ્યું કઇક આવુ..
દિશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ટાઈગરના જન્મદિવસ પર અભિનેતાનો એક વીડિયો શેર કરી કહ્યું, "હેપ્પી બર્થડે માય બેસ્ટ ફ્રેન્ડ, તમારી મહેનતથી અમારા જેવા લાખો લોકોને પ્રેરણા આપવા બદલ આભાર, તમે ખૂબ જ સુંદર છો ટાઈગર શ્રોફ". દિશાની આ પોસ્ટ પર ટાઇગર શ્રોફની બહેન આયશા શ્રોફની પ્રતિક્રિયા આવી છે, પરંતુ ટાઈગર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ પણ વાંચો:Aryan Khan Drugs Case : આર્યન ખાન ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, Sit ના રિપોર્ટથી મળી શકે છે રાહત