ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Throwback Thursday: ઇબ્રાહિમે બહેન સારા સાથે શેર કર્યો બાળપણનો ક્યુટ ફોટો - બૉલિવૂડ ન્યૂઝ

ઇબ્રાહિમ અલી ખાન, જેમણે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલ બનાવી છે. તેમણે પ્લેટફોર્મ પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે, એ તો સ્પષ્ટ છે. સ્ટાર કિડે પોતાની બહેન એક્ટ્રેસ સારા અલી ખાનની સાથે બાળપણનો એક ક્યુટ ફોટો શેર કર્યો હતો.

Etv Bharat, Gujarati News, Sara Ali Khan, Ibrahim Khan
Ibrahim shares cute childhood pic with Sara

By

Published : May 7, 2020, 3:00 PM IST

મુંબઇઃ સુપર સ્ટાર સૈફ અલી ખાનના દિકરા ઇબ્રાહિમ અલી ખાને ગુરુવારે ફેન્સ માટે અનમોલ ગિફ્ટ આપી હતી. તેમણે પોતાનો અને સ્ટાર બહેન સારાનો બાળપણનો ક્યુટ ફોટો શેર કર્યો હતો.

ઇબ્રાહિમે આ ફોટાને તેના બાળપણની યાદોના આલ્બમથી દૂર કર્યું અને આ તસવીરો ચાહકો માટે પોસ્ટ કરી છે.

આ ફોટામાં જ્યાં તે ચશ્મા પહેરીને ફોટોગ્રાફરને નટખટ લુક આપી રહ્યા છે, તો સારા નીચે તરફ જોઇને પોતાનું કામ કરવામાં વ્યસ્ત છે.

ઇબ્રાહિમ બાદમાં પોતાની ભાવનાઓને કૈપ્શન દ્વારા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, આવો ચહેરો હું ત્યારે બનાવું છું જ્યારે હું સારાને પરેશાન કરી શકું.

બંને સેલેબ્સને કમાલની ભાઇ-બહેનની જોડીના રૂપમાં ઓળખવામાં આવે છે. જેનો સંબંધ ખૂબ જ ગાઢ છે.

સારા અને ઇબ્રાહિમ, બંને જ મોટા ભાગે પોતાના બાળપણના ફોટાઓ શેર કરતા હોય છે અને ફેન્સને ચકિત કરતા હોય છે. આ સાથે જ એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details