ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Amitabh Bachchan Video: અમિતાભ બચ્ચનના આ સીનને નીતુ કપૂરે કોરિયોગ્રાફ કર્યો હતો, આપે જોયો? - બોલીવૂડ એકટર્સ

હિન્દી ફિલ્મજગતમાં ક્યારેક એવો થ્રોબેક Video જોવા મળી જતો હોય છે કે જેને જોઇને કલાકારોના ચાહકોને જલસો પડી જાય છે. આજની પેઢીના સુપરસ્ટાર રણવીર કપૂરની માતા અને વીતેલાં વર્ષોની જાજરમાન અભિનેત્રી નીતુ કપૂરે એવો વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે અમિતાભ બચ્ચનને ડાન્સ શીખવ્યો હતો.

Amitabh Bachchan Video: અમિતાભ બચ્ચનના આ સીનને નીતુ કપૂરે કોરિયોગ્રાફ કર્યો હતો, આપે જોયો?
Amitabh Bachchan Video: અમિતાભ બચ્ચનના આ સીનને નીતુ કપૂરે કોરિયોગ્રાફ કર્યો હતો, આપે જોયો?

By

Published : Jun 10, 2021, 6:57 PM IST

  • નીતુ કપૂરે પહેલી વખત કર્યો ઘટસ્ફોટ
  • Neetu kapoor યારાના ફિલ્મનો સીન કર્યો હતો કોરિયોગ્રાફ
  • અમિતાભને સેટ પર ડાન્સના સ્ટેપ શીખવ્યાં


બોલીવૂડ હીરોઈન નીતુ કપૂરે ( Neetu kapoor ) પોતાની ફિલ્મી કેરિયરમાં અનેક સફળ ફિલ્મો આપી છે. નીતુ કપૂરે બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન ( Amitabh Bachchan ) ની સાથે કેટલીય ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. એવી જ એક સુપરહિટ ફિલ્મ ‘યારાના’ ( Yaarana ) હતી. કે જેમાં નીતુ અને અમિતાભ ઓપોઝિટ રોલમાં હતા. આ ફિલ્મમાં એક સીનને નીતુ કપૂરે કોરિયોગ્રાફ કર્યો હતો.

નીતુ કપૂરે એવો વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે અમિતાભ બચ્ચનને ડાન્સ શીખવ્યો હતો

હાલમાં Neetu kapoor નીતુ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સીન શેર કર્યો હતો. આ સીનમાં ( Amitabh Bachchan ) અમિતાભ બચ્ચન ડાન્સ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યાં છે. નીતુ કપૂરે પહેલીવાર જણાવ્યું છે કે તેમણે કોરિયોગ્રાફ કર્યો હતો. નીતુ કપૂરે આ વીડિયોને શેર કરીને લખ્યું છે કે (Yarana) યારાનાનો આ સીન બહુત ખાસ છે કારણ કે મેં તેને કોરિયોગ્રાફ કર્યો હતો. જુઓ આ સીન...

નીતુ કપૂરની અમિતાભ સાથે સફળ ફિલ્મો

અત્રે નોંધનીય છે કે પોતાના કેરિયરમાં નીતુ કપૂરે અમિતાભ બચ્ચન ( Amitabh Bachchan ) સાથે અમર અકબર એન્થની, દીવાર, યારાના, કભી કભી, પરવરિશ, કાલા પત્થર, કસમે વાદે, ધી ગ્રેટ ગેમ્બલર, અદાલત જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. હાલ ઝડપથી નીતુ કપૂર એકવાર ફિલ્મોમાં પરત ફરી રહ્યાં છે. વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર સાથેની ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details