ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી કંગના સહિત તેની બહેન રંગોલીને મુંબઇ પોલીસ સમક્ષ હાજર થવા માટે ત્રીજી નોટિસ - મુંબઇ પોલીસ

મુંબઇ પોલીસે અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલે પોતાની ટિપ્પણીઓ મારફતે અલગ-અલગ સમૂદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા મામલે નિવેદન નોંધાવવા માટે ત્રીજી નોટિસ ફટકારવામાં આવી છે. આ પહેલા બાન્દ્રા પોલીસે આ મામલે અભિનેત્રી અને તેની બહેનને નિવેદન નોંધાવવા માટે પહેલા 21 ઓક્ટોબરે નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે બીજી નોટિસ 10 નવેમ્બરે ઇશ્યૂ થઇ હતી.

summons issued
summons issued

By

Published : Nov 18, 2020, 12:04 PM IST

  • મુંબઇ પોલીસે કંગના અને તેની બહેન રંગોલીને ત્રીજી નોટિસ પાઠવી
  • આ પહેલા પણ 2 નોટિસ ઇશ્યૂ કરાઇ હતી
  • બંને બહેનો વિરુદ્ધ વૈમનસ્ય ફેલાવવા અંગે નોંધાઇ ફરિયાદ

મુંબઇઃ કંગના રનૌત અને રંગોલીને 23 અને 24 નવેમ્બરે બાન્દ્રા પોલીસ સ્ટેશન સ્ટેશનમાં હાજર થવા માટે નોટિસ આપી છે. આ પહેલાની નોટિસ પર કંગનાના વકીલે જવાબ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કંગલના હાલ હિમાચલ પ્રદેશમાં છે અને તેમના પિતરાઇ ભાઇના લગ્નમાં વ્યસ્ત છે.

વિવાદીત નિવેદનોને લઇ ફરિયાદ

બાન્દ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે ગત્ત મહિને બૉલિવૂડના એક કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફિટનેસ ટ્રેનર મુનવ્વર અલી સૈયદની ફરિયાદ આધારિત પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ ફરિયાદ કંગના અને તેની બહેનના વિવાદિત નિવેદનોને આધારે કરવામાં આવી હતી.

પોલીસે ગુનો નોંધ્યો

જે બાદ બાન્દ્રા પોલીસે બંને બહેનો વિરુદ્ધ કલમ 153-A (વિભિન્ન ધર્મો આધારિત અલગ-અલગ સમૂહો વચ્ચે વૈમનસ્યનો ફેલાવો કરવો), 295-A, 124-A, 34 અંતર્ગત પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. પોલીસે અભિનેત્રી અને તેની બહેનને પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details