ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Ranbir Kapoor And Alia Bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સના ઇંતજારનો આવ્યો અંત - ફિલ્મ બ્રહ્માસ્ત્ર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના (Ranbir Kapoor And Alia Bhatt) ફેન્સ માટે ગુડન્યૂઝ છે. રણબીર-આલિયાના રિલેશનશિપને (Ranvir kapoorAnd Alia Bhatt Movies) લઇને બિગ સમાચાર સામે આવ્યાં છે. વાંચો અહેવાલ..

Ranbir Kapoor And Alia Bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સના ઇંતજારનો આવ્યો અંત
Ranbir Kapoor And Alia Bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સના ઇંતજારનો આવ્યો અંત

By

Published : Feb 7, 2022, 1:19 PM IST

હૈદરાબાદઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor And Alia Bhatt) એકબીજાને સતત 2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, ત્યારે હાલ બોલિવૂડમાં પણ મેરેજ સિઝન ચાલી રહી છે. આ સંજાગોમાં રણબીર આલિયાના (Ranbir kapoor And Alia Bhatt Movies) ફેન્સ પણ બેશગરીથી રાહ જોઇ રહ્યાં છે કે તેઓ ક્યારે લગ્ન કરશે. તાજેતરમાં રણબીર-આલિયાના રિલેશનશિપને લઇને સમાચાર સામે આવ્યાં છે. આ સમાચાર સાંભળીને ચોક્કસથી તેના ફેન્સ ખુશ થઇ જશે.

રણબીર-આલિયા લગ્ન કરવા વિશે વિચાર કરી રહ્યાં છે

તાજેતરમાં સમાચાર મળ્યા છે કે, રણબીર ચાલુ વર્ષના આ મહિનામાં લગ્ન (Ranbir Kapoor And Alia Bhatt Wedding) કરવા વિશે વિચારી રહ્યાં છે. રણબીર-આલિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના મૂડમાં છે. ફેન્સ આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવું લાગે છે કે હવે તે સમય આવવાનો છે, જ્યાં કપલ હંમેશા માટે એકબીજાના થઇ જશે. વર્ષ 2022ની શરૂઆતમાં ઘણી અભિનેત્રીઓ લગ્ન કરી લીધા છે. તે જ સમયે, ગયા વર્ષે કેટરીના કૈફ અને વિકી કૌશલે પણ વધુ રાહ જોયા વિના લગ્ન કરી લીધા. હવે રણબીર-આલિયાના ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:Valentine's Day 2022: પ્રેમી પંખીડાઓની આતુરતાનો આવ્યો અંત

જાણો રણબીર-આલિયા ક્યારે કરશે લગ્ન

આ વર્ષે ઘણા સ્ટાર્સ લગ્ન કરવા જઈ રહ્યા છે, જેમાં રણબીર-આલિયાનું નામ ટોચ પર છે. આ કપલ લાબાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર-આલિયા આ વર્ષે એપ્રિલમાં સાત ફેરા લઈ શકે છે. આ સાથે રણબીર-આલિયા રાજસ્થાનના રણથંભોરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

મીડિયા અહેવાલોમાં આવી વાત સામે

તે જ સમયે, અન્ય મીડિયા અહેવાલો અનુસાર, કપલ મુંબઈમાં જ લગ્ન કરશે. અ વાત પણ સામે આવી છે કે, આ કપલ ગ્રાન્ડ વેડિંગને બદલે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવા માંગે છે. તે લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવાના મૂડમાં છે.

રણબીરે કર્યો ઈન્ટરવ્યુમાં ખુલાસો

રણબીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ ન થઈ હોત તો તેણે આલિયા સાથે લગ્ન કરી લીધા હોત. તમને જણાવી દઈએ કે, આલિયા અને રણબીર આ વર્ષે 9 સપ્ટેમ્બરે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં (Film Brahmastra) જોવા મળશે. તેમના વિશે ખાસ વાત એ પણ છે કે, આ કપલની એકસાથે પહેલી ફિલ્મ છે.

આ પણ વાંચો:valentine day 2022: જાણો ભારતમાં ક્યારે અને ક્યાથી શરૂ થયો વેલેન્ટાઈન ડે, જાણો...

ABOUT THE AUTHOR

...view details