પ્રિયંકા ચોપરાની બોલીવુડ કમબેક ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કના મેકર્સે ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. પિયંકાની સાથે આ ફિલ્મમાં ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરફ મહત્વના પાત્રમાં જોવા મળશે.
પ્રિયંકાની 'ધ સ્કાય ઇઝ પિન્ક'નું ટ્રેલર રિલીઝ, 11 ઓક્ટોબરે આવશે ફિલ્મ - પિયંકા ચોપડા
મુંબઇઃ પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિન્કનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરફ લીડ રોલમાં જોવા મળશે.
પિયંકા ચોપરાએ ફિલ્મનું ટ્રેલર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરતા લખ્યું કે #ધ સ્કાઇ ઇઝ પિન્કનું ટ્રેલર રજૂ કરુ છું. આ ફિલ્મ ખુબ જ પ્રેમથી બનાવામાં આવી છે. આ મારા માટે ગર્વ કરવા જેવી ફિલ્મ છે, કારણ કે, હું પ્રથમ વખત એક્ટર અને પ્રોડ્યૂસર બંને છું. આશા છે કે, તમને જિંદગીને અન્જોય કરવાની પ્રેરણા આપશે.
પ્રિયંકા અને ફરહાન એક બીજાના પ્રેમમાં પાગલ છે, જે તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી પરથી સ્પષ્ટ થાય છે. ઝાયરા એક કિશોરીનો રોલ કર્યો છે. જે પોતાને તેના માતા-પિતાના જીવનમાં વિલન માને છે, જ્યારે આઈશા (ઝાયરા) તેના ટ્રેલરમાં તેની પ્રિય પરંતુ કરુણ લવ સ્ટોરી કહી રહી છે. જે તેના માતા-પિતાની છે. જેને તે પ્રેમથી પાંડા (ફરહાન) અને મૂઝ (પ્રિયંકા) કહે છે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર 13 સપ્ટેમ્બરના રોજ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે અને આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે.