મુંબઈઃ મુંબઈમાં બીએમસી દ્વારા ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ પર કરાયેલી કાર્યવાહીને લઈને મુંબઈ હાઈકોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. કોર્ટને જણાવવામાં આવ્યું છે કે, તમામ પક્ષે પોતાના જવાબ લેખિતમાં આપી દીધો છે. ત્યારબાદ કોર્ટે સુનાવણી પૂર્ણ કરીને આદેશને સુરક્ષિત કરી લીધો હતો.
મુંબઈ હાઈકોર્ટ કંગના રનૌત મામલે 8 ઓક્ટોબરે ચુકાદો આપશે
મુંબઈમાં બીએમસી દ્વારા ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ પર કરાયેલી કાર્યવાહીને લઈને મુંબઈ હાઈકોર્ટ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. કોર્ટને જણાવવામાં આવ્યું છે કે, તમામ પક્ષે પોતાના જવાબ લેખિતમાં આપી દીધા છે. ત્યારબાદ કોર્ટે સુનાવણી પૂર્ણ કરીને આદેશને સુરક્ષિત કરી લીધો હતો. જોકે હાઈકોર્ટે આ મામલે 8 ઓક્ટોબરે ચુકાદો આપશે તેવું જણાવ્યું હતું.
મુંબઈ હાઈકોર્ટ કંગના રનૌત પર 8 ઓક્ટોબરે ચુકાદો આપશે
બીએમસી દ્વારા થોડા દિવસ પહેલાં મુંબઈના પાલીહિલમાં આવેલી ફિલ્મ અભિનેત્રીની ઓફિસનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ કંગના રનૌત અને શિવસેના વચ્ચે ઘમાસાણ શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું હતું.
આ સમગ્ર મામલો આખરે હાઈકોર્ટ પહોંચ્યો હતો. જ્યારે આ મામલાને લઈને હાઈકોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. આ તોડફોડમાં કંગના રનૌતને રૂપિયા 2 કરોડનું નુકસાન થયું હતું. એટલે કંગના રનૌતે બીએમસી પાસે રૂપિયા 2 કરોડના પોતાના નુકસાનની ભરપાઈ પેટે પૈસા માગ્યા હતા.