ગુજરાત

gujarat

ETV Bharat / sitara

The Kashmir Files Trailer Release date: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ - ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની રિલીઝ ડેટ

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર (The Kashmir Files Trailer Release date) આ દિવસે થશે રલીઝ. તેની જાણકારી અનુપમ ખેરે તેના સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી આપી હતી. આ સાથે તેણે આ ફિલ્મની રિલીઝ ડેટ (Film The Kashmir Files Release Date) વિશે પણ જણાવ્યું છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.

The Kashmir Files Trailer Release date: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ
The Kashmir Files Trailer Release date: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ

By

Published : Feb 20, 2022, 4:44 PM IST

હૈદરાબાદ: બોલિવૂડ એક્ટર અનુપમ ખેરની મચ અ વેટેડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (Film The Kashmir Files Release Date) વિશે અભિનેતાએ ચાહકોને મોટા સમાચાર આપ્યા છે. અભિનેતાએ સોશિયલ મીડિયા (Social Media) પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને ફિલ્મનું ટ્રેલરની રિલીઝ (The Kashmir Files Trailer Release date) તારીખ જાહેર કરી છે. ફિલ્મનું ટ્રેલર 21 ફેબ્રુઆરી ધમાલ મચાવશે.

જાણો ફિલ્મ ક્યારે મચાવશે ધમાલ

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે (Film The Kashmir Files Release Date) સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પોસ્ટ શેર કરતા અનુપમ ખેરે લખ્યું છે કે, 'વિવેક અગ્નિહોત્રીની મેગ્નમ ઓપસ ફિલ્મની તમામ તસવીરો શેર કરી રહ્યો છું. મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે સોમવારે સવારે 11 વાગ્યે 'ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ, જય માતા ખીર ભવાની'

આ પણ વાંચો:Puri Galbat Teaser release: ટાઈગર શ્રોફે ગીત 'પુરી ગલબત'નું ટીઝર રિલીઝ કરી કહ્યું.....

ફિલ્મની કહાની સત્ય ઘટના પર આધારિત

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. આ ફિલ્મમાં 1990માં એક કાશ્મીરી પંડિતની દર્દનાક કહાણી દર્શાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અનુપમ ખેર પોતે કાશ્મીરના છે અને તાજેતરમાં જ અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ દુર્ઘટના વિશે જણાવ્યું હતું. 'ધ કાશ્મીર ફાઇલ્સ' એક સત્ય ઘટના છે. કાશ્મીરી પંડિતોની પ્રથમ પેઢીના ઈન્ટરવ્યુ લઈને તેને તૈયાર કરવામાં આવ્યું છે. અભિનેતાએ દુર્ઘટનાના 32 વર્ષ નિમિત્તે ફિલ્મના ઘણા BTS ચિત્રો પણ શેર કર્યા છે.

જાણો આ ફિલ્મમાં કોણ હશે

ફિલ્મમાં અનુપમ ઉપરાંત મિથુન ચક્રવર્તી અને પીઢ અભિનેત્રી પલ્લવી જોશી પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 26 જાન્યુઆરી 2022ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કોવિડ-19ને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો:Film 'Drishyam 2: 'દ્રશ્યમ 2'માં આ હેન્ડસમ એક્ટરની એન્ટ્રી, 12 વર્ષ બાદ આ જોડી મચાવશે ધમાલ

ABOUT THE AUTHOR

...view details