ગુજરાત

gujarat

ETV Bharat / sitara

The kashmir Files Collection: 'ધ કાશ્મીર ફાઇલ્સે' 200 કરોડનો આંકડો કર્યો પાર - ધ કાશ્મીર ફાઇલ્સ

'ધ કાશ્મીર ફાઇલ્સ'નું બોક્સ ઓફિસ કલેક્શન (The kashmir Files Collection) દિવસેને દિવસે વધી રહ્યું છે. આ ફિલ્મે 13 દિવસમાં 200 કરોડની અપેક્ષા કરતાં વધુ કમાણી કરી લીધી છે. ફિલ્મની શરૂઆત જ 3.5 કરોડની કમાણી સાથે શાનદાર રહી હતી. આ સંદર્ભે ફિલ્મની કમાણી જોતા ટ્રેડ એક્સપર્ટનું માનવુ છે, ફિલ્મ હજુ બોક્સ ઓફિસ પર 350 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.

The kashmir Files Collection: 'ધ કાશ્મીર ફાઇલ્સે' 200 કરોડનો આંકડો કર્યો પાર
The kashmir Files Collection: 'ધ કાશ્મીર ફાઇલ્સે' 200 કરોડનો આંકડો કર્યો પાર

By

Published : Mar 24, 2022, 7:05 PM IST

ન્યૂઝ ડેસ્ક: ફિલ્ 'ધ કાશમીર ફાઇલ્સે' બોક્સ ઓફિસ પર કમાણી (The kashmir Files Collection) કરવાની રેસમાં આ વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'ને પણ પછાડી દીધી છે અને પોતાનો રેકોર્ડ સર્જયો છે. ગુરુવારે 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું બોક્સ ઓફિસ કલેક્શન છે, 200 કરોડ. અગાઉ 2020માં અજય દેવગણની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વોરિયર'એ આ કારનામું કર્યું હતું. હવે 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir File) એ રેકોર્ડ તોડ્યો છે.

આ ફિલ્મે 'સૂર્યવંશી'નો બિઝનેસ પાર કર્યો: ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આદર્શ તરણ કહે છે, 'ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે, આ ફિલ્મે 'સૂર્યવંશી'નો બિઝનેસ પણ પાર કરી લીધો છે અને તે મહામારીમાં સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.

આ પણ વાંચો:બોલિવૂડના સિરિયલ કિસર ઇમરાન હાસમીએ આ અભિનેત્રીઓને કિસ કરી છે, જુઓ તસવીરો...

ફિલ્મની રોકોર્ડ બ્રેક કમાણી: બીજા સપ્તાહમાં ફિલ્મે શુક્રવાર-24.80 કરોડ, રવિવાર-26.20 કરોડ, સોમવાર-12.40 કરોડ, મંગળવાર-10.25, બુધવાર-10.03, કુલ-200.13 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 3.55 કરોડ, બીજા દિવસે 8.50 કરોડ અને ત્રીજા દિવસે 15.10 કરોડ, ચોથા દિવસે 15.05 કરોડની કમાણી કરી હતી, જ્યારે પાંચમા દિવસે 18 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી હજુ પણ વધી રહી છે.

નિષ્ણાતોની ભવિષ્યવાણી: આ સંદર્ભે વેપાર નિષ્ણાતોનું માનવું છે, દેશભરમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિષેની ચર્ચાના જોરથી લોકોમાં આ ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી છે. આ સંજોગોમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર 300થી 350 કરોડની કમાણી કરવામાં સફળ રહી શકે છે.

દર્શકોના હૃદયને હચમચાવી દે તેવી આ ધટના:ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હિજરત અને નરસંહાર પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ જોયા બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે કે આ સત્યને અત્યાર સુધી કેમ છુપાવવામાં આવ્યું. ફિલ્મમાં ખૂબ જ હૃદયસ્પર્શી અને સંવેદનશીલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે દર્શકોના હૃદયને હચમચાવી દે છે.

આ પણ વાંચો:Ishq Nahi Karte Song Release: ઇમરાન હાશ્મીએ તેના જન્મદિવસ પર ચાહકોને આપી સોગાદ

ABOUT THE AUTHOR

...view details