ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની કમાણી (The kashmir Files Box Office Day 8 Collection) બોક્સ ઓફિસ પર થમવાનું નામ જ નથી લઈ રહી, ત્યારે આ ફિલ્મએ વીકએન્ડમાં અપેક્ષા કરતાં વધુ એટલે કે રૂ. 100 કરોડનો આંકડો વટાવી દીધો છે અને હવે ફિલ્મે આઠમાં દિવસની કમાણી સાથે એક નવો રેકોર્ડ સર્જયો છે. ખરેખર તો કોઇ પણ રિલીઝ થયેલી ફિલ્મ અઠવાડિયામાં અંતિમ ચરણ પર હોય છે, પરંતુ 'ધ કાશમીર ફાઇલ્સે' તો આઠમાં દિવસે સૌથી વધુ કમાણી કરી (The Kashmir Files creates history) છે.
કાશમીર ફાઇલ્સે તોડ્યો આ રેકોર્ડ: અત્યાર સુધી, આમિર ખાનની 'દંગલ' અને પ્રભાસ સ્ટારર 'બાહુબલીઃ ધ કન્ક્લુઝન' એ તેના આઠમાં દિવસે શાનદાર બિઝનેસ કર્યો હતો. જોકે, હવે 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ આઠમાં દિવસે 22 કરોડની કમાણી કરીને બાહુબલી 2 અને દંગલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પ્રભાસની ફિલ્મે આઠમાં દિવસે 19.75 કરોડ રૂપિયા અને આમિર ખાનની ફિલ્મે 18.59 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચો:TorbaaZ Director Girish Malik Son Manan Dies: ફિલ્મ 'તોરબાઝ'ના ડાયરેક્ટર ગિરીશ મલિકના પુત્રના મોતથી સંજય દત્ત આઘાતમાં
બીજા સપ્તાહના અંત સુધીમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' 200 કરોડની કરશે કમાણી: 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ અત્યાર સુધીમાં આઠ દિવસમાં કુલ 116.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે, બીજા સપ્તાહના અંત સુધીમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' 200 કરોડના આંકડાને સ્પર્શી જશે.
જાણો આ મહત્વની વાત વિશે: આ સંજોગોમાં ફિલ્મની સફળતાને જોતા, નિર્માતાઓએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એકવાર ડબિંગ પૂર્ણ થયા પછી, ફિલ્મ તરત જ આ ચાર દક્ષિણ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં (The kashmir Files Release In South In Languages) આવશે. તેના કારણે ફિલ્મની કમાણીમાં મોટો વધારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો:Kaitrina Kaif Upcoming Film Shooting start: કેટરીના કૈફે પતિ વિકી સાથે હોળી મનાવી શૂટિંગનો કર્યો પ્રારંભ