ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાજકુમાર હિરાની સકારાત્મકતા ફેલાવવા માટે #hearttoheart સીરિઝ કરશે શરૂ

ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની સાથે ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકો શો સિરિઝ હેશટેગ હાર્ટટુહાર્ટ દ્વારા દેશવાસીઓમાં સકારાત્મકતા ફેલાવવા માટે સાથે મળીને કામ કરશે. તેનો હેતુ માનવતાની ભાવના ઉભી કરવાનો છે, જે 140થી વધુ દેશોમાં 100 મિલિયન લોકો સુધી પહોંચે.

ETv Bharat
Bollywood

By

Published : May 4, 2020, 4:13 PM IST

મુંબઈઃ કરણજોહર બાદ ફિલ્મનિર્માતા રાજકુાર હિરાની 5 મેે 2020થી સાંજે 5 વાગ્યે વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે શૉ સીરિઝ હૈશટેગ હાર્ટટુહાર્ટ પર જ્ઞાનવર્ધક વાતચીત કરવા માટે તૈયાર છે.

આ સીરિઝમાં લોકપ્રિય ચહેરાઓની યાદીમાં સોનાક્ષી સિન્હી, કપિલ શર્માસ એકતા કપૂર અને સંજય દત્તના નામ સામેલ છે.

નિર્માતા મહાવીર જૈન જેમણે ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની સાથે આ હૈશટેગચેન્જવિધિન પહેલ શરૂ કરી છે, તેમણે આ અંગે જણાવ્યું કે, 'શૉ નો ઉદ્દેશ્ય 140 કરતાં વધારે દેશોમાં 100 મિલિયન કરતાં પણ વધારે લોકો સુધી પહોંચવાની સાથે સાથે માનવતાની ભાવના પેદા કરવાનો છે. #indiainspires.'

તેમજ વધુમાં તેમણે કહ્યું કે, 'આ તકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ આ સંકટની ઘડીમાં જીવનના સંબંધો, વિશ્વાસ, પરિવાર, પ્રેમ, સફળતા. સ્વાસ્થ્ય અને માનસિક કલ્યાણ, તણાવ, હાની, આધ્યાત્મિકતા, આશા અને સાહસ જેવા વિષયો પર વાતચીત કરતાં જોવા મળશે.'

આ શો નો હેતુ આવા કઠિન સમયમાં સકારાત્મતા, આશાવાદ, આશા, શાંતિ અને પ્રેમ ફેલાવવાનો છે. શો દરમિયા ગુરુદેવ સાથે સ્પષ્ટ અને દિલથી વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details