'સ્ટ્રીટ ડાન્સર 3D'ની કાસ્ટે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સમારોહમાં હાજરી આપી
અમદાવાદઃ વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર હાલ તેમની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ નું પ્રમોશન કરી રહ્યા છે. ત્યારે શનિવારે ગુજરાત ટુરિઝમ દ્વારા અમદાવાદમાં ચાલી રહેલાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બોલિવૂડ કલાકારોનું આગવું આકર્ષણ ભળ્યું હતું. બોલિવૂડ ફિલ્મ સ્ટાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહ અલી રિવરફ્રન્ટ પર આવી પહોંચતાં જ ચાહકોએ આવકાર આપતાં ગગન ગજાવ્યું હતું. ત્યારબાદ આ ફિલ્મ સ્ટાર્સ સાંજે યોજાયેલા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સમારોહમાં પણ ભાગ લીધો હતો.
શહેરમાં યોજાયેલા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સમારોહમાં ગૌરવવંતા ગુજરાતીઓને વરૂણ ધવન, નોરા ફતેહ અલી તેમજ રેમો ડિસોઝા જેવા મહાનુભવોના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. વરૂણે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સમારોહ સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો તેમજ ‘કેમ છો અમદાવાદ’ , ‘જો બકા’ જેવા ગુજરાતીમાં ડાયલોગ્સ પણ બોલ્યા હતા તેમજ અમદાવાદની સ્વચ્છતા અંગે વાત કરી સ્વચ્છ ભારત મિશનના વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું અમદાવાદના રિવર ફ્રન્ટની સ્ટ્રીટ પર જેટલી સ્વચ્છતા તેવી સમગ્ર દેશમાં કોઈ જગ્યા પર નથી.