ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હું નરેન્દ્ર મોદીનો આભારી છું: શાહરુખ ખાન - pm mody met shahrukh khan

મુંબઈઃ વડાપ્રધાન મોદીએ ગાંધીજીને 150મી જન્મ જંયતી નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કળા અને મનોરંજન જગત સાથે સંકળાયેલા દિગ્ગજો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમનો એક વીડિયો અભિનેતા શાહરુખાને સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. જેમાં દરેક ફિલ્મી સિતારા બાપૂના સંદેશને બોલતાં જોવા મળે છે. આ ઉપરાંત શાહરુખ ખાને વડાપ્રધાન સાથે ફોટો શેયર કરી તેમનો આભાર માન્યો હતો.

શાહરૂખાને ફોટો શેયર PM મોદીનો આભાર માન્યો

By

Published : Oct 20, 2019, 1:45 PM IST

બાપુની 150 વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાને વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રમાં દિગ્ગજોને આમંત્રણ અપાયું હતું. અભિનેતા શાહરુખ ખાન, આમિર ખાન, કંગના રણાવત અને જેકલીન ફર્નાડીસ સહિત અનેક લોકો કાર્યક્રમમાં જોડાયા હતાં.

આ કાર્યક્રમનો એક વીડિયો શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જેમાં તમામ ફિલ્મી કલાકારો બાપુના સંદેશ વિશે બોલતાં જોવા મળે છે. આ ઉપરાંત શાહરુખાને વડાપ્રધાન સાથેનો ફોટો શેયર કર્યો હતો. ફોટો કેપ્શનમાં અભિનેતાએ લખ્યું હતું કે, "હું નરેન્દ્ર મોદીનો આભારી છું. જેમણે મને ચેજ વિદ ઈન હેશટેગ સાથે ચર્ચાનો વિષય બનાવ્યાં."

શાહરૂખાને ફોટો શેયર PM મોદીનો આભાર માન્યો

આમ, બાપુના જન્મદિનને ખાસ બનાવવા માટે વિવિધ આયોજન કરાયું હતું, ત્યારે બોલીવુડમાં પણ બાપુને વીડિયો થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ફિલ્મી સિતારા અને વડાપ્રધાન મોદી

ABOUT THE AUTHOR

...view details