ન્યૂઝ ડેસ્ક: સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલાપતિ 'વિજય માસ્ટર' પછી હવે ફિલ્મ 'બીસ્ટ' (Film BEAST Release Date) થી બોક્સ ઓફિસ પર દસ્તક દેવા આવી રહ્યાં છે. તાજેતરમાં જ ફિલ્મ બીસ્ટની રિલીઝ ડેટ સામે આવી હતી. આ સંજોગોમાં બીજા એક સમાચાર મળ્યા છે કે, ફિલ્મ બીસ્ટ અને KGF-2 (KGF 2 Relaese Date) વચ્ચે બોક્સઓફિસ પર ટક્કર થશે.
આ બન્ને ફિલ્મ પાન ઇન્ડિયા ફિલ્મ: પહેલા ફિલ્મ 'બીસ્ટ' માત્ર તમિલમાં જ રીલિઝ થવાની હતી, પરંતુ હવે તે વિવિધ ભાષાઓમાં રિલીઝ થશે. એટલે કે હવે વિજયની ફિલ્મ બીસ્ટ પાન ઈન્ડિયા ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ બે અઠવાડિયા પછી રિલીઝ થવાની છે. આ દરમિયાન ફિલ્મના અન્ય ભાષાઓમાં ડબિંગનું કામ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો:Aksay Kumar React On Kashmir Files: આખરે અક્ષય કુમારે પોતાની વેદના ઠાલવી જ દીઘી, 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર અક્ષય કુમારે આપી આ પ્રતિક્રિયા
શાહિદ કપૂરની ફિલ્મને ભારે નુકસાન થશે: ચાહકો આતુરતાથી રોકિંગ સ્ટાર યશની KGF-2ની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તમિલ સુપરસ્ટાર વિજયની ફેન ફોલોઈંગ પણ જોરદાર છે. ફિલ્મ બીસ્ટ 13 એપ્રિલના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે, જ્યારે KGF 14 એપ્રિલના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ એક પાન ઇન્ડિયા ફિલ્મ છે. જે કન્નડ સિવાય હિન્દી,તમિલ,તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થશે. આ સાથે જ શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' પણ આ દિવસે જ રિલીઝ થવા જઇ રહી છે. આ સંજોગોમાં શાહિદ કપૂરની ફિલ્મને ભારે નુકસાન થવાની સંભાવના છે.
આ પણ વાંચો:RRR Collection: ફિલ્મ RRRએ પ્રથમ દિવસે તોડ્યો બાહુબલી-2નો રેકોર્ડ?