મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘થલાઈવી’ને સીધા OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વાતો ઘણા સમયથી ચાલી રહી હતી. જેને ખોટી સાબિત કરતા ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તેના ટ્વીટર હેન્ડલ પર માહિતી આપી છે કે આ ફિલ્મ પહેલા સિનેમાઘરોમાં જ રિલીઝ કરવામાં આવશે.
'થલાઇવી'ને થિયેટરને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વાત અફવા
અભિનેત્રી કંગના રનૌત સ્ટારર જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ત્યારબાદ જ ડિજીટલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે અને કંગનાની સોશિયલ મીડીયા ટીમે આ બાબતે સ્પષ્ટતા કરી હતી.
'થલાઇવી'ને થિયેટરને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વાત અફવા
સોશિયલ મીડિયામાં આ ફિલ્મને લઈને અફવા ઉડી હતી કે, તેને અમેઝોન પ્રાઈમ વીડિયો તથા નેટફ્લિક્સ જેવી સ્ટ્રીમિંગ સર્વિસને વેચી દેવામાં આવી છે.
આ ફિલ્મનું નિર્દેશન એ એલ વિજને કર્યુ છે. જ્યારે ‘બાહુબલી’ અને 'મણિકર્ણિકા' જેવી ફિલ્મોના લેખક વી વિજયેન્દ્ર પ્રસાદે ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી ફિલ્મોના લેખક રજત અરોરા સાથે મળીને લખી છે.