ફિલ્મ વિવેચક તરણ આદર્શએ ટ્વીટર પર 'થલાઈવી' ફિલ્મમાં કંગના રનૌતનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો.
જયલલિતા પર આધારિત ફિલ્મ 'થલાઈવી 'ફર્સ્ટ પોસ્ટર આઉટ, રિલીઝ ડેટનું થયું એલાન - In the style of Ranaut Jayalalithaa
મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ 'થલાઈવી'નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઈ ચુક્યું છે. આ પોસ્ટરની સાથે કંગના રનૌતનો જયલલિતાની ભૂમિકાનો ફસ્ટ લુક સામે આવ્યો છે.પોસ્ટરમાં કંગના રનૌત જયલાલિતાની સ્ટાઈલમાં લીલો કેપ વિજય ચિહ્ન બતાવતી જોવા મળે છે. બીજી તરફ, ફિલ્મની રિલીઝ તારીખની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ પોસ્ટરને શેર કરતા તરણ આદર્શએ ટ્વીટર પર લખ્યું કે,'થલાઈવી' ફિલ્મમાં જયલલિતાની ફિલ્મથી લઈ રાજકીય સફર સુધીની વાત કરવામા આવશે. આ ફિલ્મ માટે કંગના રનૌતએ ખૂબ મહેનત પણ કરી હતી. સ્પેશ્યલ ટ્રેનિંગથી પ્રોસ્થેટિક મેક-અપ સુધી , કંગનાએ જયલલિતા જેવી દેખાવા માટે સખત મહેનત કરી રહી છે.
ઉલેખનીય છે કે, જયલલિતાની બાયોપિક, 'થલાઈવી' ફિલ્મને તામિલ, તેલુગૂ ,અને હિન્દી આમ 3 ભાષાઓમાં તૈયાર કરવામા આવી છે. ફિલ્મ માટે કંગનાએ 20 કરોડ રૂપયા લીધા છે. હાલમા જ એક કાર્યક્રમ દરમિયાન કંગનાએ કહ્યુ હતુ કે, મારા ખ્યાલ મુજબ જયલલિતાના પાત્રને પડદા પર ભજવવાનો આનુભવ શ્રેષ્ઠ હશે. પ્રથમ વાર હું મારા રૂપને અલગ રીતે દર્શાવવા જઈ રહી છું.