હૈદરાબાદઃ કોરોના કાળમાં ગરીબોની મદદ કરનારા સોનૂ સૂદ તેલંગાણાના સિદ્દિપેટના લોકોમાં ભગવાનના રૂપે પૂજાવા લાગ્યા છે. અહીંના લોકોએ સોનૂના નામે એક મંદિર બનાવીને તેની મૂર્તિની સ્થાપના કરી છે.
સિદ્દિપેટમાં સોનૂ સૂદનું મંદિર
તેલંગણાના સિદ્દિપેટમાં લોકોએ અભિનેતા સોનૂ સૂદનું એક મંદિર બનાવ્યું છે. ધૂલમિટ્ટા મંડળ ડબ્બા ઠાંડા નિવાસીઓએ અભિનેતાનું આ મંદિર બનાવ્યું છે અને સોનૂની પ્રતિમાની સ્થાપના કરી છે.
તેલંગાણામાં ગ્રામીણોએ બનાવ્યું અભિનેતા સોનૂ સૂદનું મંદિર તેલંગાણામાં સોનૂ સૂદની પૂજા
લોકોનું કહેવું છે કે, તે દરરોજ સોનૂ સૂદની પૂજા કરશે.
ગ્રામીણોએ જણાવ્યું કે, ગામમાં કોઇ ચિકિત્સા સુવિધા નથી અને દૂર-દૂર સુધી કોઇ પ્રકારની સ્વાસ્થય સુવિધા નથી.
ગામના સ્થાનિકોનું કહેવું છે કે, તેમને આશા છે કે, સોનૂ સૂદ તેના ગામનો પ્રવાસ કરશે.
મહત્વનું છે કે, કોરોનાને કારણે લોકડાઉનમાં ફિલ્મ અભિનેતા સોનૂ સૂદ ગરીબો માટે મસીહા બનીને સામે આવ્યા હતા. સોનૂએ સોશિયલ મીડિયા પર પણ અનેક અભિયાન ચલાવીને ગરીબોની મદદ કરી હતી. જરૂરિયાતમંદોને ખોરાક, કપડા પહોંચાડ્યા છે અને અમુક વૃદ્ધ મા-બાપને આશરો પણ આપ્યો હતો.