મુંબઇ: બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની સોશ્યલ મીડિયા ટીમે 2019ની અભિનેત્રીની ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી'માં તેના પાત્રની હૂબહૂ ડીઝાઈન કરેલી ઢીંગલીની તસવીર શેર કરી છે. જેનું મણિકર્ણિકા ડૉલ રાખવામાં આવ્યું છે.
મણિકર્ણિકા ડૉલને પારંપરિક ભારતીય આભૂષણોથી સજાવવામાં આવી છે. જે કંગનાની ફિલ્મથી પ્રેરિત છે.
તસવીર શેર કરતાં ટીમે લખ્યું હતું કે, 'મણિકર્ણિકા ડૉલ' બાળકની પસંદ છે. આ સારી વાત છે કે, બાળકો પોતાના નાયકો વિશે જાણે અને મોટા થઈને તેમની બહાદુરી અને દેશભક્તિથી પ્રભાવિત થાય.
'ધ મણિકર્ણિકા: ક્વીન ઓફ ઝાંસી' ફિલ્મ ગત વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. કંગના ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમજ આ ફિલ્મ દ્વારા તેણે એક નિર્દેશક તરીકે પણ ડેબ્યૂ કર્યુ હતું.
આ ફિલ્મ બાદ કંગનાએ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ રાખ્યું હતું.