નાના પાટેકર ME TOO ઝુંબેશ હેઠળ જાતિય શોષણનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આડે હાથે લીધા છે, નાના પાટેકરને ક્લીનચિટ મળ્યા પછી અભિનેત્રી તનુશ્રી દત્તાએ નિવેદન આપ્યુ છે. તેણે તીક્ષ્ણ સવાલો કરતા કહ્યુ હતું કે, મોદીજી તમારા ભ્રષ્ટાચારમુક્ત ભારતનું શું થયું? તમારા દેશની દિકરી સાથે શોષણ થયુ છે. તેની પર ટોળાએ હુમલો કર્યો હતો. એને ન્યાય તો મળતો જ નથી ઉલટાનું તેને બદનામ કરવામાં આવે છે અને ધમકીઓ મળી રહી છે. એક છોકરીની કારકીર્દી બરબાદ કરવામાં આવે છે. શાંતિથી જીવવા માટે તેને દેશ છોડવાની ફરજ પડે છે. છતાં પોલીસ કહે છે કે ફરીયાદ ખોટી છે.
નાના પાટેકરને ક્લીનચિટ મળતા તનુશ્રી દત્તાએ મોદી સરકાર પર સવાલ કર્યા - controversy
ન્યુઝ ડેસ્કઃ મુંબઈ પોલીસે જાતીય સતામણીના કેસમાં અભિનેતા નાના પાટેકરને ક્લીનચિટ આપી છે. જેથી આરોપ લગાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તાએ કાયદાની સ્થિતિ સામે પોતાનો બળાપો કાઢ્યો છે. તનુશ્રીએ વડાપ્રધાન મોદીના શાસન સામે કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
તનુશ્રી દત્તાએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યુ છે કે, મારો જન્મ સમર્પિત હિન્દુ પરિવારમાં થયો છે. મે સાંભળ્યુ છે કે રામ નામ સત્ય હોય છે. પણ આ દેશમાં તો અસત્ય અને અધર્મનો વારંવાર વિજય થાય છે. આ શોષણના કારણે મારી જીંદગી બરબાદ થઈ ગઈ છે. તનુશ્રીએ કહ્યુ કે, મારે બીજા દેશમાં જઈને ફરીથી જીંદગી શરુ કરવી પડી. ભારતમાં કાનુન વ્યવસ્થા વેચાય જાય છે. આરોપ કરોડો રુપિયાની લાંચ આપી ક્લીનચિટ ખરીદી શકે છે. જ્યારે કોઈ મહિલા ફરીયાદ કરે તો તેના ધમકાવામાં આવે છે.
તનુશ્રી દત્તાએ નાના પાટેકરની NGOને પણ ભ્રષ્ટ ગણાવી હતી. NGOના નામ પર નાના પાટેકરે સરકાર, લોકો અને NRIઓ અને વિદેશી સંગઠનો પાસેથી દુકાળ અસરગ્રસ્તોના પરિવારના નામે કરોડો રુપિયા લીધા છે. તેઓ દરવર્ષે ખેડૂતોને માત્ર 200 વિધવાઓને 15 હજાર રુપિયા આપે છે. તેનો કોઈ પણ જાતનો હિસાબ-કિતાબ રાકવામાં આવતો નથી.