ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નાના પાટેકરને ક્લીન ચિટ મળતા તનુશ્રી કોર્ટમાં અરજી દાખલ કરશે - Mumbai

મુંબઇ : અભિનેત્રી તનુશ્રી દત્તાએ હૈશટેગ મી ટૂ આંદોનલ અંતર્ગત બોલીવુડ અભિનેતા નાના પાટેકર વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ લગાડ્યો હતો.જેમાં મુંબઇ પોલીસ તરફથી તેમને ક્લીન ચીટ આપવામાં આવી હતી.જે બાદ તનુશ્રી દત્તા કોર્ટમાં અરજી દાખલ કરશે.ઓશિવારા પોલીસ સ્ટેશનમાં દાખલ આ બી-સમરી રિપોર્ટનો તનુશ્રીએ વિરોધ કર્યો હતો.

ફાઇલ ફોટો

By

Published : Jul 7, 2019, 7:47 PM IST

વકીસ સતપુતે જણાવ્યું કે કોર્ટના બી સમરી રિપોર્ટના વિરૂદ્ધ એક અરજી દાખલ કરવાનો સમય આપી દીધો છે.તનુશ્રી લીગલ ટીમ ત્યા હાજર હતી.પરતું સુનાવણી સમય ઓસિવારા પોલીસ સ્ટેશનનો એક પણ અધિકારી કોર્ટમાં હાજર ન હતો.આ કેસને 7 સિપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.


મુંબઇ પોલીસના પ્રવક્તા પોલિસના વડા મંજીનાથ શિંગેએ જૂનમાં જણાવ્યું હતું કે હાં અમારા દ્વારા કોર્ટમાં બી સમરી રિપોર્ટ દાખલ કરવામાં આવી હતી.જોકે કોઇ પણ પ્રકારની સાબૂતી ન મળતા પોલીસે આ મામલોને બંધ કરી દીધું હતું.વર્ષ 2008માં શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તનુશ્રી સાથે ગેરવર્તન કર્યું હતું.જોકે આ આરોપોને નાના પાટેકરએ ખોટા ગણાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details