ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'તાનાજી ધ અનસંગ વોરિયર': સૈફ અલી ખાનનું લુક આઉટ પોસ્ટ રિલીઝ - સૈફ અલી ખાનનું પોસ્ટર

મુંબઈ: અજય દેવગણની 100મી ફિલ્મ 'તાનાજી' માટે બોલીવુડ તરફથી વાહવાહી મળી રહી છે. શાહરુખ ખાનથી લઈને અક્ષય કુમાર સુધી કેટલાયે સિતારોઓએ અજયને 100 ફિલ્મો માટે શુભકામનાઓ પાઠવી છે. આ ફિલ્મના અજય દેવગણના લુક પોસ્ટર બાદ હવે સૈફ અલી ખાનનો લુક પોસ્ટર સામે આવ્યું છે. ફિલ્મમાં સૈફ ઉદયભાન રાથૌડના ભૂમિકામાં જોવા મળશે.

Tanhaji: The Unsung Warrior poster: Saif Ali Khan looks terrifying

By

Published : Nov 13, 2019, 3:11 PM IST

અજય દેવગણે સૈફ અલી ખાનના પોસ્ટરને શેર કર્યું છે. પોસ્ટર સાથે અજય દેવગણે લખ્યું છે કે, 'ઉદયભાનના દરબારમાં ભૂલની માફી નહીં, ફક્ત સજા મળે છે...'

'તાનાજી: ધ અનસંગ વોરિયર'થી સામે આવ્યો સૈફ અલી ખાનનો અદ્ભુત લુક...

સૈફ ખુબ જ ખતરનાક લુકમાં નજર આવી રહ્યા છે. ફિલ્મમાં સૈફ નેગેટિવ રોલમાં છે. સૈફ અને અજયને સાથે જોઈને તેમના ફેન્સ પણ ઉત્સાહિત છે. સૈફ અને અજય આ પહેલા 'કચ્ચે ધાગે' અને 'ઓમકારા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ફિલ્મ 3Dમાં રિલીઝ થશે.

તાનાજી ફિલ્મ સાથે અભિનેતા અજય દેવગણે બોલીવુડમાં 100 ફિલ્મોની મજલ કાપી છે. 'તાનાજી: ધ અનસંગ વોરિયર' એક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘોરોમાં દેખાશે.

ABOUT THE AUTHOR

...view details