બૉક્સ ઓફિસ પર ફિલ્મના કલેક્શનમાં સતત વધારો જોવા મળી છે. આ ફિલ્મે શુક્રવારે 15.10 કરોડ સાથે જોરદાર શનિવારે 20.57 કરોડની કમાણી કરી હતી અને રવિવાર બાદ કુલ મળીને 61.75 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મ બિઝનેસ એક્સપર્ટનું માનવું છે કે, તાનાજીને સમગ્ર દેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને સૌથી વધુ બૉક્સ ઓફિસ પર ફિલ્મ મહારાષ્ટ્રમાં હિટ થઇ હતી. જો કે, પશ્ચિમી, મધ્ય અને ઉત્તર ભારતના બૉક્સ ઓફિસ પર ફિલ્મે સારી પકડ એવી મેળવી હતી.
તાનાજી અજય દેવગનની બૉલિવૂડમાં 100મી ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી 17મી સદીની બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે, જેમાં તાનાજી માલુસરેની સ્ટોરીને જોવા મળી છે. જેમણે છત્રપતિ શિવાજીની સાથે મળીને મુગલો સામે લડત આપી હતી.