આગામી 10 જાન્યુઆરી 2020 સિનેમાઘરોમાં અભિનેતા અજય દેવગણ અને અને કોજોલની આગામી ફિલ્મ 'તાનાજી : ધ અનસંગ વોરિયર’ રિલીઝ થશે. ત્યારે એક મહિના પહેલા ફિલ્મ મુસીબતમાં ફસાય છે.ફિલ્મ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
અખિલ ભારતીય ક્ષત્રિય કોળી રાજપુત સંધે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં દાવો કરવામાં આવ્યો કે, 'તાનાજી : ધ અનસંગ વોરિયર’ના નિર્દેશક ઓમ રાઉતે ફિલ્મમાં મહાન યોદ્ધા તાનાજી માલુસરેને વંશજ રજુ કર્યા નથી.
અરજીમાં માગ કરવામાં આવી કે, જ્યાં સુધી તાનાજી વિશેના તથ્થોમાં સુધારો કરવામાં નહિ આવે ત્યાં સુધી આ ફિલ્મને સિર્ટીફિકેટ ન આપવોનો સેન્સર બોર્ડને નિર્દેશ આપવામાં આવે.
ફિલ્મ 17મી સદી પર આધારિત એક બાયોગ્રાફિકલ ડ્રામા છે. આ ફિલ્મમાં અજય મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીના રાજ્યકાળમાં તેમના સેનાપતિ રહી ચૂકેલ તાનાજી માલસુરેના રોલમાં છે. નેહા શર્મા, જગપતિ બાબૂ અને પંકજ ત્રિપાઠી સ્ટારકાસ્ટમાં સામેલ છે.2008માં આઈ યૂ મી ઓર હમ બાદથી અજય અને કાજોલ અંદાજે એક દશક બાદ મોટા પડદા પર એક સાથે જોવા મળશે. ફિલ્મ જાન્યુઆરીના રિલીઝ થશે.