ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'હેલ્લારો'ના ડાયરેકટર અને સ્ટાર કાસ્ટની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત

અમદાવાદ: ગુજરાતી ભાષા અને સંસ્કૃતિથી તરબતર 'હેલ્લારો' નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મના પડઘમ એવા છે કે, લોકો આતુરતાથી ફિલ્મને નિહાળવા માટેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ ફિલ્મ ભારત સરકાર દ્વારા આપવામાં આવતા 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી છે. રિલીઝ થતા પહેલા જ લોકોએ તેને વધાવી છે. ફિલ્મની સ્ટોરીને લઈને પહેલાથી જ લોકોમાં ચર્ચા થઈ રહી હતી.

hellaro

By

Published : Aug 10, 2019, 11:38 PM IST

'હેલ્લારો' ફિલ્મ સારથી પ્રોડક્શન અને હરફનમૌલા ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. તેના મુખ્ય નિર્માતા આશિષ પટેલ જ્યારે સહનિર્માતા તરીકે અભિષેક શાહ, આયુષ પટેલ, મિત જાની અને પ્રતિક ગુપ્તા છે. 1975ના કચ્છની પાર્શ્વ ભૂમિ પર બનેલી 'હેલ્લારો'ના દિગ્દર્શક અભિષેક શાહ ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર અને ઘણા વર્ષોથી લેખક-દિગ્દર્શક-અભિનેતા તરીકે ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે.

નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'હેલ્લારો'ના ડાયરેકટર અને સ્ટાર કાસ્ટ સાથે ખાસ વાતચીત

અભિષેક શાહ દ્વારા લખાયેલી આ વાર્તાનો સ્ક્રિન પ્લે લખવાનું કામ તેમની સાથે પ્રતિક ગુપ્તાએ કર્યું છે. તેઓેએ અને મિત જાનીએ મળીને કરેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે વર્ષ 2014માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. ગુજરાતની પાકિસ્તાન સરહદના છેવાડાના ગામ કુરાનની સીમ પાસે અફાટ રણની વચ્ચે 'હેલ્લારો'નો સેટ બનાવવામાં આવ્યો હતો અને ધગધગતી ગરમીમાં હાડમારીઓ વચ્ચે લગભગ 250 કલાકાર તથા કસબીઓએ ફિલ્મ જીવંત કરી દીધી હતી.

1975ના સમયની કચ્છી સંસ્કૃતિ તેના લોકોના પરિવેશ અને પહેરવેશ આ આબેહૂબ ફિલ્મ જોવા મળશે. આ સાથે ફિલ્મની સ્ટોરી ઘણી મજબૂત રીતે દર્શાવવામાં આવી છે. જે અત્યારની ફિલ્મો કરતાં ખૂબ અલગ છે. સાથે આ ગુજરાતી ફિલ્મ નેશનલ કોમ્પિટિશનમાં વિજેતા બન્યા બાદ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસ પોતાનું નામ નોંધાવ્યું છે. જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણું જરૂરી છે. આ ફિલ્મને મળેલા પુરસ્કાર બદલ સૌ કોઈ હર્ષની લાગણી ફરી રહી છે. જેના કારણે ફિલ્મ જોવાની આતુરતા લોકોના મનમાં વધી રહી છે.

ABOUT THE AUTHOR

...view details