મુંબઇ: સૈફ અલીખાન અને કરીના કપૂર ખાનનો દિકરો તૈમુર અલીખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય સ્ટાર કિડ છે. હાલમાં જ તૈમુરના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં તૈમુર ખેતરમાં શાકભાજી તોડતો નજરે પડે છે. તૈમુરનો આ વીડિયો ચંડીગઢનો છે.
'છોટે નવાબ તૈમુર' પહોંચ્યા શાકભાજી લેવા, જુઓ વીડિયો - ચંડીગઢ
બોલિવૂડ અભિનેતા સ્ટાર કિડ તૈમુર અલીખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તૈમુર ખેતરમાં શાકભાજી તોડતો નજર પડે છે.
કરીના કપૂર હાલમાં ચંડીગઢમાં પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન તે તૈમુર સાથે અલગ-અલગ એક્ટિવિટીથી પોતાનો ટાઇમ પાસ કરી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, તૈમુરના હાથમાં એક કાતર છે અને તે ખેતરમાં શાકભાજી તોડવામાં વ્યસ્ત છે. તેમજ વીડિયામાં સૈફ પણ જોવા મળે છે.
આમિર ખાન અને કરીના કપૂરની જોડી ત્રીજી વખત સાથે કામ કરતી જોવા મળશે. આ પહેલાં તે બન્નેએ 'તલાશ' અને '3 ઇડિયટસ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, ત્યારબાદ કરીના આગામી ફિલ્મ કોમેડી ડ્રામા 'અંગ્રેજી મીડિયમ'માં મહત્વની ભૂમિકા ભજવતી નજરો આવશે. આ ફિલ્મ માર્ચના સિનેમાઘરોમાં જોવા મળશે.