ગુજરાત

gujarat

ETV Bharat / sitara

તાહિરા લઇને આવી રહી છે 'ધ લૉકડાઉન ટેલ્સ', સંભળાવશે લૉકડાઉન દરમિયાન મઝેદાર કિસ્સાઓ - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

લેખિકા તાહિરા કશ્યપ ખુરાનાએ 'ધ લૉકડાઉન ટેલ્સ' નામના એક વીડિયો સીરિઝની શરૂઆત કરી છે. જ્યાં તે કોરોના વાઇરસ પ્રકોપની વચ્ચે ખુશીની પળોમાં જશ્ન મનાવવાના ઉદેશ્ય સાથે નાની કાલ્પનિક સ્ટોરીઝનું વર્ણન કરશે.

Etv Bharat, Gujarati News, CoronaVirus, tahira news
tahira news

By

Published : Apr 4, 2020, 9:56 AM IST

મુંબઇઃ તાહિરા કશ્યપ ખુરાનામાં એક નહીં પરંતુ અનેક પ્રતિભાઓ છે. ડિરેક્શનથી લઇને લખવા ઉપરાંત તેમને દર્શકો સુધી સ્ટોરીઝ પહોંચાડી છે, જે ન માત્ર આપણને ભાવનાત્મક રૂપે સ્પર્શે છે, પરંતુ એક ફેરફાર લાવવામાં પણ સફળ રહી છે.

તાહિરા કશ્યપ કોરોના વાઇરસ મહામારીને કારણે લૉકડાઉન દરમિયાન કઇ રીતે પોતાનો સમય પસાર કરી રહી છે, તેની સાથે સંકળાયેલી દરેક વસ્તુઓની પણ અપડેટ રાખે છે. આ વખતે તે આપણને લૉકડાઉનની દિલચસ્પ સ્ટોરીઝથી પરિચિત કરાવવા માટે પૂરી રીતે તૈયાર છે, જે વર્તમાન વાસ્તવિક જીવનની સ્થિતથી પ્રેરિત છે અને તેમાં તે આપણને તેની કલ્પનાઓથી ટ્વિસ્ટ આપશે.

આ સ્ટોરીઝ લોકોને રોજના જીવનની ભાવનાઓ અને ક્ષણોને દર્શાવે છે, કે કઇ રીતે તે લૉકડાઉનથી પ્રભાવિત થાય છે. આ સ્ટોરીઝની વીડિયો સીરિઝ બનવા જઇ રહી છે, જેને તાહિરા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર શેર કરશે.

તાહિરા અનુસાર, લૉકડાઉન દરમિયાન સ્થિતિઓને જોવા માટેની બે રીત હોય છે, પહેલું- જે ઉપલબ્ધ છે તેનો લાભ ઉઠાવો અથવા માત્ર ફરિયાદો કરતા રહો.

તેણી માને છે કે, તેણે આ બંને કર્યા છે. જે બાદ તેની પાસે લૉકડાઉન ટેલ્સનો વિચાર આવ્યો.

આ વિશે વાત કરતા તાહિરાએ એક નિવેદનમાં કહ્યું કે, 'હું દરરોજના જીવન સાથે જોડાયેલી ખાસ સ્ટોરીઝને લોકો સુધી પહોંચાડવા માટે ખરેખર ખૂબ જ ઉત્સાહિત છું. આ માનવતા વિશે સરળ સ્ટોરીઝ છે, પરંતુ જટિલ સમયમાં છે. મને લેખન પસંદ છે અને સાચું કહું તો વગર કોઇ એજન્ડા આ સ્ટોરીઝ માત્ર વહેવા લાગી. આ લૉકડાઉન ટેલ્સ આપણા જીવન માટે એક પળ અથવા માત્ર વિચાર છે અને કેટલીય વાર આપણે બસ તેને સજાવવાની જરૂર છે.'

શુક્રવારે તાહિરાએ સીરીઝમાં પોતાની પહેલી સ્ટોરી '6 ફુટ દૂર' અપલોડ કરી હતી, પરંતુ તેણીએ કહ્યું કે, તેની પાસે આ વાતની કોઇ નિશ્ચિત સંખ્યા નથી કે, તે કેટલી સ્ટોરીઝ લખશે...

ABOUT THE AUTHOR

...view details