મુંબઈઃ વિશ્વના અનેક દેશમાં કોરોનાવાઈરસ આકાર લઇ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાવાઈરસને લઈ ડરનો માહોલ સર્જાયો છે. હાલમાં જ આયુષ્માન ખુરાનાની પત્ની તથા નિર્માતા તાહિરા કશ્યપે સોશિયલ મીડિયામાં કોરોનાવાઈરસને લઈ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે દિલ્હી એરપોર્ટને લઈ વાત કરી હતી. તાહિરાએ માસ્ક પહેરેલી એક સેલ્ફી શેર કરીને દિલ્હી એરપોર્ટના અનુભવ અંગે વાત કરી હતી. તેણે વધી રહેલા કોરોનાને લઇ દુ:ખ પણ વ્યક્ત કર્યુ હતું.
તેને ફોટો સાથે કેપ્શનમાં લખ્યું કે, " ટ્રિપ ટૂ દિલ્હી...એયરપોર્ટમાં એન્ટ્રી કરતાની સાથે જ મે જોયું કે બધા જ લોકો માસ્ક પહેરીને ઉભા છે. આ સીન જોઇને મને ચિંતા થવા લાગી. આપણે કેવી રીતે જીવી રહ્યાં છીએ? મારી પૃથ્વી સાથે આ શું થઈ રહ્યું છે? આ ચિંતા મારા માટે પેનિક અટેક બની ગઈ હતી અને ત્યારે મેં સાચે જ એક મિત્રને ફોન કરીને મારી જાતને નોર્મલ કરી. ના લોકોના ચહેરા દેખાતા હતા અને ના તેઓ હસતા હતા અને ના તો તેઓ વાત કરતા હતા. એક છીંકનો અવાજ કે ઉધરસથી તેઓ ચિંતિંત બની જતા. આ બધું જોવું ખરેખર મુશ્કેલ હતું.