- માત્ર 30 દિવસમાં શૂટિંગ પૂર્ણ કર્યું
- 2018માં 'મનમર્ઝિયાં'માં કર્યુ હતું અનુરાગ સાથે કામ
- બદલા અને મનમર્ઝિયાં બાદ ચાહકોની અપેક્ષા વધી છે
મુંબઈ: અભિનેત્રી તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપે તેમની આગામી ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ પૂર્ણ કર્યુ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, અમારી ટીમે ફક્ત 23 દિવસમાં ફિલ્મનું કામ પુરૂ કર્યું છે અને આ ફિલ્મ અનુરાગ કશ્યપ જેના માટે જાણીતો છે તેવી ડાર્ક ડ્રામા નહીં હોય.
અંતિમ દિવસની મનોરંજક ક્ષણો ઇન્સ્ટાગ્રામ પર કરી શેર
તાપસીએ ફેબ્રુઆરીમાં અનુરાગની નવી થ્રીલર ફિલ્મ દોબારા માટે શૂટિંગ શરૂ કર્યું હતું. 2018માં 'મનમર્ઝિયાં'માં સાથે કામ કર્યા બાદ આ તેમની બીજી ફિલ્મ છે જેમાં તાપસી અને અનુરાગનું સહિયારુ કામ દર્શકો માણી શકશે. શૂટિંગના અંતિમ દિવસની કેટલીક મનોરંજક ક્ષણો શેર કરીને તાપસીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર થોડા વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં તાપસીએ માત્ર 30 દિવસમાં શૂટિંગ પૂર્ણ કર્યું હોવાની માહિતી આપી છે.