મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની ફિલ્મોથી વધારે પોતાના વિવાદો માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે તાપસી અને સ્વરા ભાસ્કર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, આ બંનેને નેપોટિઝમથી કોઈ તકલીફ નથી તેમ છતાં બંને બી ગ્રેડ અભિનેત્રીઓને બોલિવૂડમાં કામ મેળવવું અઘરું પડી રહ્યું છે.
આ વાતના જવાબમાં તાપસીએ એક ટ્વીટ કર્યું હતું અને કંગનાને જવાબ આપ્યો હતો.
“મે સાંભળ્યું હતું કે, બારમા અને દસમા ધોરણના રિઝલ્ટ બાદ અમારું પણ રિઝલ્ટ આવી ગયું છે. લાગે છે કે, અમારી પણ ગ્રેડ સિસ્ટમ ઑફિશિયલ થઇ ગઇ છે, અત્યાર સુધી તો નંબર સિસ્ટમ પર બધું નક્કી થતું હતું ને?”