ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી તાપીસ પન્નુએ નેપોટિઝમને લઇને ટ્વીટ કર્યું

તાપસી પન્નુએ શુક્રવારે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું કે, રેસ નિષ્પક્ષ હશે, તો જ તેના પરિણામો માન્ય ગણાશે અને આ ત્યારે થશે જ્યારે નીતિ નિયમો દરેક ખેલાડી માટે સમાન હશે. તાપસીના આ ટ્વિટને યૂઝર્સ બોલિવૂટમાં ચાલી રહેલા નેપોટિઝમની સાથે જોડી રહ્યા છે. જોકે તાપસીએ તેમાં કોઈનું નામ લીધું નથી.

અભિનેત્રી તાપીસ પન્નુ
અભિનેત્રી તાપીસ પન્નુ

By

Published : Jul 17, 2020, 10:59 PM IST

મુંબઇ: તાપસી પન્નુએ શુક્રવારે એક અસ્પષ્ટ ટ્વિટ કર્યું છે, જેમાં તેણે રેસમાં ભાગ લેનારા દરેક ખેલાડી માટે પ્રારંભિક બિંદુ સમાન હોવો જોઈએ તેવી વાત કરી હતી.તે અહીં કોના વિશે વાત કરી રહી છે તે અંગે તાપસીએ કોઈ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ નિશ્ચિતપણે તે જે રેસની વાત કરે છે તે જીવનને લાગુ પડે છે.

તાપેસીએ ટ્વિટ કર્યું હતું કે, " રેસ નિષ્પક્ષ હશે, તો જ તેના પરિણામો માન્ય ગણાશે... અને આ ત્યારે થશે જ્યારે નીતી નિયમો દરેક ખેલાડી માટે સમાન હશે અને જો તે ના થાય તો નારાજગી સાથે આખરે રમતનું ગૌરવ રહેતું નથી "

ભલે તાપસીએ પોતાના ટ્વિટમાં કોઈ વ્યક્તિ વિશે વાત નથી કરી, પરંતુ સોશિયલ મીડિયાના યુઝર્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોટિઝમ સાથે તેની સરખામણી કરી રહ્યા છે.

એક યુઝરે આ અંગે પોતાનો જવાબ આપ્યો અને લખ્યું, "તે નેપોટિઝમ વિશે વાત કરી રહી છે.", જોકે અન્ય એક યૂઝરે લખ્યું કે, " ગેમમાં તમામ માટે નિયમો એક જેવા હોવા જોઇએ."

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તાપેસી પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. જેમાં "હસીન દિલરૂબા", "રશ્મિ રોકેટ", "શબાશ મીથુ" અને જર્મન પ્રાયોગિક થ્રિલર ફિલ્મ "રન લોલા રન" નો હિન્દી રિમેક સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details