મુંબઈ: તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કંગના રાનૌતે કરણ જોહર અને મહેશ ભટ્ટ સહિત ઘણા લોકોને નેપોટીઝમને લઇ નિશાન બનાવ્યા હતા.
કંગનાએ કહ્યું કે, જો તાપસી અને સ્વરા કરનની ફેવરિટ છે તો, તે બી-ગ્રેડ એક્ટ્રેસ કેમ છે? કંગના રાનૌતનાં આ નિવેદન પર તાપસી પન્નુએ પ્રતિક્રિયા આપી છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, તાપસીએ કહ્યું કે, "સૌ પ્રથમ, મેં આવી કોઈ ફિલ્મ કરી નથી કે, જે આ ગેંગમાંથી કોઈ પણએ નિર્માણ કરી હોય, જેને તે નિશાન બનાવી રહી છે. મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે, મને કરણ જોહર કે અન્ય કોઈ ગમે છે, મેં એમ પણ નથી કહ્યું કે, હું તેમને નફરત કરું છું. તેથી એવું નથી કે, તમે જે વ્યક્તિને નફરત કરતા હોય, સામેનો વ્યક્તિ પણ તેને નફરત કરે?મને નથી લાગતું કે, હું કરણને હાય, હેલ્લો અને થેન્કયું કરતાં વધુ જાણું છું. તો આ કેવી રીતે લોજિકલ બન્યું? "
કંગનાના સવાલ પર તાપસી પન્નુએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં કંગનાએ કહ્યું હતું કે,તેને કેમ કામ મળતું નથી. ત્યારે તાપ્સીએ કહ્યું, "હું છેલ્લાં ત્રણ વર્ષથી એક વર્ષમાં ચાર ફિલ્મો કરું છું અને હમણાં પાંચ ફિલ્મોની જાહેરાત થવાની છે. તેથી કોણ કહે છે કે મને વધારે કામ મળતું નથી. મેં મારી કારકિર્દી ધીમી અને વધુ સારી રીતે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તે પ્રમાણે થાય પણ છે. "
તાપસીએ કહ્યું કે "હું કોઈના મૃત્યુનો આશરો લઈને મારી અંગત દુશ્મની રાખતી નથી." ઇન્ડસ્ટ્રીએ મને નામના અને રોજગાર આપ્યો છે, હું તેની મજાક કરતી નથી. મારે પણ મારો પોતાનો સંઘર્ષ છે"
તાપસીએ કંગના પર આરોપ લગાવતા કહ્યું કે, ‘હા, હું ઘણી ફિલ્મોમાંથી બહાર કરવામાં આવી છું અને સ્ટાર કિડ્સને રીપ્લેઝ કરવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે, તેણે અને તેની બહેને મારા સંઘર્ષને ડિસ્ક્રેડિટ કર્યું છે. મારા પર ખોટા આરોપ લગાવ્યો તે પજવણી સમાન છે. આવું થઈ રહ્યું છે કારણ કે, મેં તેમની વાતને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે, મેં તે સ્વીકારવાની ના પાડી કે તે આઉટસાઈડરની લીડર છે.’
આ સિવાય, તાપસી પન્નુએ પણ ટ્વિટર પર કંગનાના નિવેદનો પર કટાક્ષ કર્યો હતો. જોકે, કંગનાનું નામ ન લેતા તેણે લખ્યું, ‘મેં સાંભળ્યું છે કે, 12 અને 10 ના પરિણામ આવ્યા આવ્યા પછી અમારું પણ રિઝલ્ટ આવી ગયું છે. અમારા ગ્રેડ સિસ્ટમ ઓફિશિયલ છે? હમણાં સુધી નંબર સિસ્ટમ પર વેલ્યુ ડીસાઈડ થતી હતી.’