ગુજરાત

gujarat

ETV Bharat / sitara

T-Series બનાવશે દિગ્ગજ કોરિયોગ્રાફ સરોજ ખાનની બાયોપિક

પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનની પ્રથમ પુણ્યતિથિ પર, ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે જાહેરાત કરી છે કે તેઓ તેમના બેનર ટી-સીરીઝ દ્વારા બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફ પર બાયોપિક બનાવશે. ત્રણ વખત રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સરોજ ખાનનું આ વર્ષે ગત વર્ષે 71 વર્ષની વયે અવસાન થયું હતું.

By

Published : Jul 4, 2021, 9:52 AM IST

T-Series બનાવશે દિગ્ગજ કોરિયોગ્રાફ સરોજ ખાનની બાયોપિક

  • હિન્દી સિનેમાના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનની બાયોપિક બનશે
  • પરિવારે આપી મંજૂરી
  • ટી સીરીઝ બનાવશે સરોજ ખાનની બાયોપિક

મુંબઈ: ભારતની પહેલી મહિલા કોરિયોગ્રાફરના સંઘર્ષ અને સફળતાની વાત હવે પડદા પર આવા જઈ રહી છે. હિન્દી સિનેમાના સૌથી પ્રસિધ્ધ કોરિયોગ્રાફર સરોજ ખાનની બાયોપિકનુ શુટિંગ જલ્દી જ શરૂ થવા જઈ રહ્યું છે. સરોજ ખાનના પરિવારે સરોજ ખાનની બયોપિકની કાયદાકિય રીતે મંજૂરી ટી સિરીઝને આપી દીધી છે. પોતાની ડાંન્સ કોરિયોગ્રાફરીથી ભારતિય સિનેમામાં ધૂમ મચાવનારી નિર્મલા કિશનચંદ સાધુ સિંહ નાગપાલ ઉર્ફ સરોજ ખાન કેટાલય સફળ ગીતો માટે જાણીતા છે. 50 વર્ષ સુધી કેમેરાની સામે સક્રિય રહેનાર સરોજ ખાને 90ના દશકમાં અને છેલ્લા દશકમાં તમામ ગીતો માટે ખુબ લોકપ્રિયતા મેળવી હતી.

આ પણ વાંચો : કાશ્મીરમાં અક્ષય કુમાર, BSF જવાનો સાથે કર્યો ભાંગડા ડાન્સ અને રમ્યા વોલીબોલ

સરોજ ખાનના બાળકો કોરીયોગ્રાફર રાજૂ ખાન, સુકૈના ખાન અને હિના ખાને આ બાયોપિક માટે લાંબી ચર્ચા બાદ પરવાનગી આપી છે. સરોજ ખાન એ કેટલીક ગણતરી કરી શકાય તેવી મહિલાઓમાં સામેલ છે જેમણે હિન્દી સિનેમામાં એ સમયે કામ કર્યું હોય જ્યારે લગભગ બધા ટેકનીશિયન પુરુષો હતા. સરોજ ખાન ઇંડસ્ટ્રીમાં ત્રણ વર્ષની આયુએ આવી હતી અને 10 વર્ષની વયે ડાન્સર બની ગઈ હતી. 12 વર્ષની વયે તો તે આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર બની ગઈ હતી.

આ પણ વાંચો : બોલીવુડના કોમેડિયન સંજય મિશ્રા નૈનિતાલ પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details