ન્યુઝ ડેસ્ક: બિગબોસ 13ના વિનર અને જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા શુક્રવારે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે. તેમની અચાનક મૃત્યના કારણે સમગ્ર મનોરંજન જગતમાં અને તેમના ફેન્સમાં ભારે શોકની લાગણી છવાઈ છે. બિગબોસમાં તેમની અને શહેનાઝ ગીલની જોડીને લોકોએ ખુબ જ પંસદ કરી હતી. સિદ્ધાર્થના મૃત્યના ત્રીજા દિવસે જાણવા મળ્યું છે કે તેમના અને સેહનાઝના ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા અને તેમની સગાઈ પણ થઈ ચૂકી હતી.
ડિસેમ્બરમાં કરવાના હતા સિડનાઝ લગ્ન, થઈ ગઈ હતી સગાઈ - Bigboss
બિગબોસના ઘરથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી જોડી સિડનાઝને લોકો માત્ર હવે સ્ક્રિન પર જ જોઈ શકશે. આ જોડી આવનાર ડિસેમ્બરમાં લગ્નમાં તાંતણે બંધાવાની હતી પણ તે પહેલા જ સિદ્ધાર્થનું મૃત્યુ થઈ ગયુ જેના કારણે આ જોડી તૂટી ગઈ છે અને સાથે કરોડો ફેન્સના પણ દિલ તૂટી ગયા છે.
ડિસેમ્બરમાં કરવાના હતા સિડનાઝ લગ્ન, થઈ ગઈ હતી સગાઈ
જાણકારી મુજબ કપલ છેલ્લા ઘણા દિવસોથી પોતાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતું. તેમના લગ્નમાં 3 દિવસના ઈવેન્ટ હતા.સિદ્ધાર્થ અને શેહનાઝના પરિવાર સિવાય તેમના મિત્રોએ પણ આ વાત ખૂબ જ ખાનગી રાખી હતી. બિગબોસના ઘરથી પ્રખ્યાત થયેલી સિડનાઝની જોડી પોતાનો મુકામ પર પહોંચતા પહેલા જ તૂટી ગઈ. સિદ્ધાર્થ અને સહેનાઝને એક સાથે ફેન્સ માત્ર જૂના વીડિયો અને ફોટોઝમાં જ જોઈ શકશે
Last Updated : Sep 4, 2021, 1:40 PM IST