ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પોતાની ખોટી ઉંમર કહેતા ટ્રોલ થઇ સ્વરા ભાસ્કર, લોકોએ ફિરકી લીધી

અભિનેત્રી સ્વરા ભાસ્કરે એક ઇવેન્ટમાં પોતાની ઉંમર ખોટી કહેતા ફરી એકવાર તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે. સ્વરાએ એક પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું કે, 2010માં તે 15 વર્ષની હતી.

swara-bhasker
સ્વરા ભાસ્કર

By

Published : Feb 24, 2020, 7:56 AM IST

મુંભઇ: અભિનેત્રી સ્વરા ભાસ્કર અવારનવાર સોશિયલ મીડિયા ટ્રોલ થતી હોય છે. ફરી એક વખત તે ઉંમરને લઇને ટ્રોલ થઇ છે. સ્વરાએ હાલમાં એક ઇવેન્ટ દરમિયાન 2010માં પોતાની ઉંમર 15 વર્ષની બતાવી હતી. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી.

એક શોને હોસ્ટ કરી રહેલી પત્રકારે સ્વરા સાથે દલીલ શરૂ કરી હતી. તેનીણીએ અભિનેત્રી પર CAA વિશેની યોગ્ય જાણકારી ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમજ કહ્યું કે, તે મુસલમાનોને ભારત સરકાર વિરૂદ્ધ ઉશ્કેરી રહી છે.

સ્વરાએ કહ્યું હતું કે, "હું 2010માં 15 વર્ષની જ હતી. આ અંગે એક યુઝર્સે લખ્યું કે, "મને લાગે છે કે, સ્વરા પોતાની માનસિક ઉંમર તરફ ઇશારો કરે છે. જે દિવસેને દિવસે ઓછી થઇ રહી છે. 2010માં 15 વર્ષ તો 2020માં 8 કે 9 હોઈ શકે છે.''

નોંધનીય છે કે, વિકીપીડિયા અનુસાર, સ્વરાનો જન્મ 1988માં થયો હતો. તેમજ હવે તે 31 વર્ષની છે.

ABOUT THE AUTHOR

...view details