મુંબઇ: સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) ના પ્રમુખ પ્રસૂન જોશીએ નવી વેબ સીરીઝ 'રસભરી'માં એક દ્રશ્ય સામે વાંધો ઉઠવતા, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તે અંગે સ્પષ્ટતા આપી હતી.
શુક્રવારના રોજ પ્રસૂન જોશીએ દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને બેજવાબદાર વિષયવસ્તુ ગણાવી હતી. સ્વરા ભાસ્કરે સીબીએફસીના પ્રમુખને દ્રશ્યનો હેતુ સમજાવવા માટે ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને દ્રશ્ય અંગે તેઓ ખોટું સમજ્યા છે, તેના પર વાત કરી હતી.
સ્વરાએ લખ્યું કે, 'આદર સાથે સર, કદાચ તમે આ દ્રશ્યને તમે ખોટું સમજી રહ્યા છો. જે દ્રશ્યમાં વર્ણવવામાં આવ્યું છે, તેવુ છે જ નહીં, યુવતી તેની ઇચ્છાથી નૃત્ય કરી રહી છે, પિતાને તે જોઈને દુઃખી થાય છે. નૃત્ય ઉશ્કેરણીજનક નથી, છોકરી ફક્ત નૃત્ય કરી રહી છે, તે જાણતી નથી કે, સમાજ પણ તેનું સેક્સુઅલાઈઝ કરશે, આ દ્રશ્ય તે જ બતાવે છે.
સ્વરાનું આ ટ્વિટ પછી પ્રસૂન જોશીએ ટ્વીટ કરી જવાબ આપ્યો, જેમાં તેણે લખ્યું કે, ‘જાણીને દુઃખ થયું,વેબ સિરીઝ #રાસભરીમાં, નાની છોકરીને પુરુષોની સામે નૃત્ય બતાવવું નિંદાકારક છે. આજે સર્જકો અને પ્રેક્ષકો વિચારો, તે મનોરંજન માટે નથી, તે છોકરીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણનો પ્રશ્ન છે, તે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે, શોષણની માનમાની.’