મુંબઈ: સીરીઝ 'રસભરી'ના વિવાદને કારણે ચર્ચામાં રહેલી અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે કરણ જોહરના સપોર્ટમાં સામે આવી છે. સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પછીથી સોશિયલ મીડિયા પર ડિરેક્ટરની ખૂબ ટીકા થઈ રહી છે.
તેના ટ્વિટર પર સ્વરાએ કહ્યું કે, જ્યારે કરન પર સવાલ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેણે ક્રેડિટ પણ આપવી જોઈએ કે, તેણે તેના ચેટ શોમાંથી નેપોટીઝમ વિશેની કમેન્ટને દૂર કરી નથી.
જ્યારે એક ટ્વિટર યુઝરે અભિનેત્રીને પૂછ્યું કે, તેણીએ ફિલ્મ નિર્માતાને કેમ સપોર્ટ કર્યો, ત્યારે જવાબમાં સ્વરાએ કહ્યું કે, આવનારા સમયમાં ડિરેક્ટર સાથે તેની પાસે કોઈ ફિલ્મ નથી આવી રહી, ફક્ત સાચું છે,તે કહ્યું. કરન જોહર તેના ચેટ શો 'કોફી વિથ કરન' માં નેપોટીઝમના કમેન્ટ દૂર પણ કરી શકતા હતા, પરંતુ તેમણે એવું કર્યું નથી.
કંગના રાનૌત પહેલી સેલિબ્રિટી છે જેને, 'કોફી વિથ કરણ'માં કરન જોહર પર સ્ટાર કિડ્સ લોન્ચ કરીને ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.